માન્ચેસ્ટર,તા.૧૫
આજે માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એક-બીજા સામે ટકરાશે. ૧૨માં વર્લ્ડ કપનાં ૨૨માં મુકાબલામાં બંને કટ્ટર હરિફો સાતમી વખત ટકરાશે. જો કે આ મુકાબલા પહેલા સૌને એ વાતની ચિંતા છે કે મેચ સમય પર ચાલુ થશે કે પછી રદ્દ થશે.
અનુમાન પ્રમાણે વાતાવરણ રવિવારનાં રોજ મેન્ચેસ્ટરમાં સારું રહેશે. જો કે વરસાદની પણ સંભાવના છે, પરંતુ તે રાતનાં સમયે થઈ શકે છે, નહીં તો ૧૬-૧૫ ડિગ્રી તાપમાન સાથે વાદળ રહી શકે છે. સાથે જ થોડોડ તડકો પણ જોવા મળી શકે છે.
હવાનાં કારણે શરૂઆતમાં ઝડપી બૉલર્સને મદદ મળી શકે છે, પરંતુ સંભાળીને રમવાથી આ પિચ પર સારો સ્કૉર બનવાની સંભાવના છે. આ મેદાન પર સર્વાધિક સ્કોર ૩૧૮ રન છે. ૧૯૯૯માં આ મેદાન પર ભારત અને પાકિસ્તાન એક-બીજા સામે ટકરાઈ હતી અને આ મેચ ભારતે જીતી હતી. ઇન્ડિયાએ અહીં છેલ્લી મેચ ૨૦૦૭માં ઇંગ્લેન્ડ સામે રમી હતી જેમાં ભારતનો પરાજય થયો હતો.
અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં ૪ મુકાબલા રદ્દ થઈ ગયા છે, જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પણ સામેલ છે. જો કે ભારત-પાકિસ્તાનની મેચ રદ્દ થાય તેવી સંભાવના ઓછી છે, પરંતુ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ૬ વાર એક-બીજા સામે ટકરાયા છે, જે તમામ મેચોમાં ભારતનો વિજય થયો છે.મૅન્ચેસ્ટરની ન્યૂઝ વેબસાઈટ મૅન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝે ભાસ્કર એપને ત્યાંના વેધર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, રવિવારે ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ થવાની પૂરી સંભાવના છે. જોકે બપોર પછી વરસાદ હેરાન કરે તેવું લાગતું નથી. રવિવારે માન્ચેસ્ટરના ઉત્તર-પશ્ચિમમાં વરસાદ થઇ શકે છે, જેના લીધે ત્યાંનું તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ
પાકિસ્તાનઃ ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, સરફરાઝ ખાન, શાદાબ ખાન, શોએબ મલિક, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શાહિન આફ્રિદી, આસિફ અલી

વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત સામે જીત્યું નથી

વર્લ્ડકપ ક્રિકેટ
ચોથી માર્ચ ૧૯૯૨ : સિડનીમાં પાકિસ્તાન પર ભારતની ૪૩ રને જીત
૯મી માર્ચ ૧૯૯૬ : બેંગ્લોરમાં ચિન્નાસ્વામી ખાતે પાકિસ્તાન પર ભારતની ૩૯ રને જીત
૮મી જૂન ૧૯૯૯ : ઓલ્ડટ્રેફર્ડ ખાતે પાકિસ્તાન પર ભારતની ૪૭ રને જીત
પહેલી માર્ચ ૨૦૦૩ : સેન્ચ્યુરિયનમાં પાકિસ્તાન પર ભારતની છ વિકેટે જીત
૩૦મી માર્ચ ૨૦૧૧ : મોહાલીમાં પાકિસ્તાન પર ભારતની ૨૯ રને જીત
૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ : એડિલેડમાં પાકિસ્તાન પર ભારતે૭૬ રને જીત મેળવી હતી
ચેમ્પિયન્સ ટ્રોફી
૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૪ : પાકિસ્તાનની ભારત પર ત્રણ વિકેટે જીત
૨૬મી સપ્ટેમ્બર ૨૦૦૯ : સેન્ચ્યુરિયનમાં ભારત પર પાકિસ્તાનની ૫૪ રને જીત
૧૫મી જૂન ૨૦૧૩ : એજબેસ્ટનમાં પાકિસ્તાન પર ભારતની આઠ વિકેટે જીત
વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાને ભારત પર જીત મેળવી લીધી હતી
એશિયા કપ
૧૩મી એપ્રિલ ૧૯૮૪ : શારજહામાં પાકિસ્તાન પર ભારતની ૫૪ રને જીત
૩૧મી ઓક્ટોબર ૧૯૮૮ : ઢાકામાં ભારતની પાકિસ્તાન પર ચાર વિકેટે જીત
૭મી એપ્રિલ ૧૯૯૫ : ભારત પર પાકિસ્તાનની શારજહાંમાં ૯૭ રને જીત
૨૦મી જુલાઈ ૧૯૯૭ : ભારત પાકિસ્તાન વચ્ચે કોલંબો મેચનું પરિણામ ન આવ્યું
ત્રીજી જૂન ૨૦૦૦ : ઢાકામાં પાકિસ્તાનની ભારત પર ૪૪ રને જીત
૨૬મી જૂન ૨૦૦૮ : કરાંચીમાં ભારતની પાકિસ્તાન પર છ વિકેટે જીત
૧૯મી જૂન ૨૦૧૦ : શ્રીલંકામાં ભારતની પાકિસ્તાન પર ત્રણ વિકેટે જીત
૧૮મી માર્ચ ૨૦૧૨ : ઢાકામાં ભારતની પાકિસ્તાન પર છ વિકેટે જીત
બીજી માર્ચ ૨૦૧૪ : ઢાકામાં ભારત પર પાકિસ્તાનની એક વિકેટે જીત