કાનપુર, તા. ૨૯
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી તથા અંતિમ વન-ડેમાં ભારતે હાઇસ્કોરિંગ મેચ હોવા છતાં ફક્ત છ રનથી રસાકસીભરી જીત મેળવી સિરીઝ ૨-૧થી પોતાને નામે કરી લીધી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માની શાનદાર સદીઓની મદદથી ભારતે ૩૩૭ રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને ૩૩૮ રનનો કપરો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેનોએ શાનદાર દેખાવ કરતા સાત વિકેટના ભોગે ૩૩૧ બનાવી શકી હતી અને જીતથી ફક્ત સાત રન દૂર રહી હતી. ઓપનર રોહિત શર્માએ ૧૪૭ જ્યારે કોહલીએ ૧૧૩ રન બનાવ્યા હતા અને બંને વચ્ચે બીજી વિકેટ માટે ૨૩૦ રનની વિશાળ ભાગીદારી થઇ હતી. લક્ષ્યાંકનો પીછો કરતા લેથમે ફરી એકવાર પોતાની ટીમને જીત તરફ દોરી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમના ૩૧૨ રનના સ્કોરે તે રનઆઉટ થતા બાજી પલટાઇ હતી. અંતિમ ત્રણ બોલમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે ૧૨ રન જોઇતા હતા.
ભારત સ્કોરબોર્ડ
રોહિત કો.સાઉથી
બો.સેન્ટનર ૧૪૭
ધવન કો.વિલિયમસન
બો.સાઉથી ૧૪
કોહલી કો. વિલિયમસન
બો.સાઉથી ૧૧૩
હાર્દિક કો.સાઉથી સેન્ટનર ૮
ધોની કો.મુનરો બો.મિલને રપ
જાદવ કો.ગુપ્ટીલ બો.મિલને ૧૮
કાર્તિક અણનમ ૪
વધારાના ૮
પ૦ ઓવર ૬ વિકેટ ૩૩૭
વિકેટ પતન
૧/ર૯, ર/રપ૯, ૩/ર૭૩, ૪/૩૦ર, પ/૩૩૧, ૬/૩૩૭
બોલિંગ
સાઉથી ૧૦-૦-૬૬-ર
બોલ્ટ ૧૦-૦-૮૧-૦
મિલને ૧૦-૦-૬૪-ર
ગ્રેન્ડહોમ ૮-૦-પ૭-૦
સેન્ટનર ૧૦-૦-પ૮-ર
મુનરો ર-૦-૧૦-૦
ન્યૂઝીલેન્ડ સ્કોરબોર્ડ
ગુપ્ટીલ કો.કાર્તિક
બો.બુમરાહ ૧૦
મુનરો બોલ્ડ ચહલ ૭પ
વિલિયમસન કો.ધોની
બો.ચહલ ૬૪
ટેલર કો.જાદવ બો.બુમરાહ ૩૯
લાથમ રનઆઉટ ૬પ
નિકહોલ્સ બોલ્ડ ભુવનેશ્વર ૩૭
ગ્રેન્ડહોમ અણનમ ૮
સેન્ટનર કો.ધવન
બો.બુમરાહ ૯
સાઉથી અણનમ ૪
વધારાના ર૦
વિકેટ પતન
૧/૪૪, ર/૧પ૩, ૩/૧૬૮, ૪/ર૪૭, પ/૩૦૬, ૬/૩૧ર, ૭/૩ર૬
બોલિંગ
ભુવનેશ્વર ૧૦-૦-૯ર-૧
બુમરાહ ૧૦-૦-૪૭-૩
હાર્દિક પ-૦-૪૭-૦
અક્ષર ૭-૦-૪૦-૦
જાદવ ૮-૦-પ૪-૦
ચહલ ૧૦-૦-૪૭-ર