જામનગર, તા. ૬
દ્વારકા ખંભાળિયા હાઈવે પર આજે બપોરના સમયે દ્વારકાનો એક પરિવાર સ્કોર્પિયો ગાડી લઈને જામનગર તરફ આવી રહ્યો હતો ત્યારે સ્કોર્પિયો પલટી મારી જતા કુલ ૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જયારે એક નું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, અન્ય ત્રણના જામનગરની હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા.
ઘાયલોમાં ગંભીર બનેલા ૩ લોકોને જામનગર જી.જી. હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને એકને ગોકુલ હોસ્પિટલમાં અને એકને રાજકોટ સારવાર માટે ખસેડાયા છે, જામનગર સારવારમાં ખસેડાયેલ ત્રણેયના મોત નીપજતા આ અકસ્માતની કરૂણાંતિકામાં કુલ ચાર લોકોના કરૂણ મોત નીપજતા વાતાવરણ શોકમય થઇ જવા પામ્યું છે.
દ્વારકાનો પરિવાર રાજકોટમાં એક મૃત્યુ પ્રસંગે રવાના રાવણ હતા ત્યારે ભાટિયાથી ખંભાળિયા વચ્ચે એક પુલીયા વચ્ચે પરિવારની સ્કોર્પિયો પલ્ટી ખાઈ જતા આ અકસમાત થયો હતો, તેમાંથી ફરહાન ઇમરાન ઉવ ૮, જોરાવર ખાન નુરમહંમદ ઉવ ૩૫, અસલમ બશીર શેખ ઉવ ૨૫નું જામનગર હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.