સુરેન્દ્રનગર, તા.૧૧
સુરેન્દ્રનગર જિલ્લાના દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહો છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બગોદરા હાઇવે કાનપુરના પાટિયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. અન્ય ૬ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ૬ લોકોને સારવાર અર્થે સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ એમ અલગ-અલગ સ્થળે રીફર કરવામાં આવ્યા છે. કારનું ટાયર ફાટતા ફૂલ સ્પીડમાં સામેના રોડ પર આવતા ડમ્પર સાથે થડાકા ભેર અથડાઈ હતી.
કાર અથડાતા કારમાં બેસેલ ૮ પૈકી ૨નાં મોત નિપજ્યા હતા અને અન્ય ૬ લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ૨નાં મોત ૬ લોકોને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે લીબડી હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં શબ્બીરભાઈ સુલતાનભાઈ, કિરીટભાઈ ગોપાલભાઈ, ધવલભાઈ, કાળુભાઈ, સાહિલ રસુલભાઈ, ઈલિયાસભાઈ ઈસ્માઈલભાઈ, કંકુબેન પ્રેમજીભાઈનો સમાવેશ થયા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.