(એજન્સી) ડેનવર, તા.૧પ
ડેનવરના એક પેપ્સી હાર્ટમાં અધિકારીઓ દ્વારા એક અમેરિકી મુસ્લિમ હિલાનું જાહેરમાં અપમાન કરીને તેણીનીને હિજાબ કાઢવાનું કહેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટના ૧૩ નવેમ્બરને બુધવારના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે ડેનવરની કોલોરાડો મુસ્લિમ સોસાયટીમાં બનીહતી. કોલોરાડો ચેપ્ટર ઓફ ધ કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ (સીએઆઈઆર-કોલોરાડા) અનુસાર ગઝેલા બેન્સરેતી પોતાની દીકરીની રાષ્ટ્રગાનની રજૂઆતને જોવા માટે પેપ્સી સેન્ટરમાં ગઈ હતી. તે સમયે એક કર્મચારીએ કથિતરૂપે તેણીનીને હિજાબ કાઢવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતુું કે, અહીં હિજાબ પહેરવાની પરવાનગી નથી. સીએઆઈઆરએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગઝેલાને મહિલાની સામે એક ખાનગી સ્થળે હિજાબ કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ મહિલાએ હિજાબ કાઢવાની ના પાડી જેને કારણે તેણીને જાહેરમાં અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે અપમાનનો સામનો કરવો પડ્યો. ઉપરાંત જ્યાં સુધી આ મહિલાની દીકરી પોતાની રાષ્ટ્રગાનની રજૂઆતને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેણીને પોતાની દીકરીને પણ મળવાની પરવાનગી આપવામાં આવી નહીં.