(એજન્સી) સઉદી અરબ, તા.ર૯
રર વર્ષીય ઝારા લારી કે જે પર્સિયાના ખાડી રાજ્યની પહેલી મહિલા સ્કેટર છે. જેમણે માત્ર આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ હરિફાઈઓમાં જીત મેળવવા માટે મંઝિલ જ નથી મેળવી, પરંતુ તેણીની પહેલી એવી ખેલાડી છે, જે હિજાબ પહેરે છે અને તેણીની સમગ્ર દુનિયામાં ‘આઈસ પ્રિન્સેસ’ના નામે જાણીતી છે.
લારીએ મીડિયાને જણાવ્યું કે, માત્ર તેને જ હિજાબ સાથે જોડવી તે સામાન્ય વાત છે. સમગ્ર દુનિયામાં અન્ય ઘણી એવી પ્રખ્યાત હસ્તીઓ છે, જેમના પોષાકનો એક મુખ્ય ભાગ હિજાબ છે. પરંતુ સ્કેટિંગના વ્યવસાયમાં હિજાબ પહેરવો એ જો અસામાન્ય છે તો તેમાં પણ તે એકલી નથી. જો કે, એક રૂઢિવાદી મુસ્લિમ દેશમાં જ્યાં મહિલાઓ ખુલ્લા કપડાં પહેરે છે અને ફિટિંગવાળા વસ્ત્રો પહેરવાની આશા ના બરાબર હોય છે, તેવામાં સ્કેટિંગ માટે પોતાની દિનચર્યામાં પ્રદર્શન કરવું તે સરળ કામ નહોતું.
ઝારા જણાવે છે કે, મારા પિતાએ અનુભવ્યું કે, આ અમારી સામાન્ય પરંપરાઓ અને સંસ્કૃતિની વિરૂદ્ધ છે. તેથી સૌથી પહેલાં મેં મારા પિતાને પરેશાનીથી બચાવવા માટે આ સ્પર્ધાત્મક સ્કેટિંગ ના કરવાનો નિર્ણય કર્યો. અમે માત્ર એક પરિવાર તરીકે સ્પર્ધામાં ગયા હતા, જે મારા મિત્રોનો ઉત્સાહ વધારવા માટેનું કારણ હતુું. પરંતુ બરફની રિંગ પર પોતાના સહયોગીઓ માટે પોતાની દીકરીના ઉત્સાહને જોયા બાદ, મારા પિતાએ ધીરે-ધીરે પોતાના નિર્ણયમાં ફેરફાર લાવવાનું શરૂ કર્યું અને મને એક ખેલાડી તરીકે સ્પર્ધાઓમાં પ્રવેશ કરવા માટે પરવાનગી આપી. તેણે જણાવ્યું કે, મારા પિતા હવે મારા સૌથી મોટા સમર્થક છે.