(એજન્સી) મંડી, તા. ૧૩
ેહિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે રાતે થયેલા ભૂસ્ખલનમાં ૬૦ લોકોનો મોત થયાં તેમજ બીજા ઘણા લાપત્તા બન્યાં. તેની સાથે બે ઘર, બે બસ અને કેટલાક વાહનો જમીદોસ્ત થઈ ગયાં હતા. અધિકારીઓએ કહ્યું કે ભૂસ્ખલન જોગિંદરનગર તહસીલમાં કોટરોપી ગામની નજીક મંડી-પઠાણકોટ રાજમાર્ગ પર શનિવારે રાતે લગભગ ૧૨.૨૦ કલાકે થયું હતું. જેમાં હિમાચલપ્રદેશની માર્ગ પરિવહન નિગમની બે બસ કેટલાક ખાનગી વાહનો તથા કેટલાક ઘરો જમીનદોસ્ત થયાં હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર, ભારતીય સેના, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ બળ દ્વારા રાહત બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવવામાં આવેલા લોકોને મંડીની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ઘટનાસ્થળ રાજધાનીથી લગભગ ૨૨૦ કિલોમીટર દૂર આવેલું છે. ઘટનાને નજરે જોનાર લોકોએ કહ્યું કે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે બે બસો હાઈવે પર સ્થિત એક રેસ્ટોરન્ટ પર ચા-નાસ્તા માટે થોભી હતી. સડકનો ૧૫૦ મીટરનો ભાગ કાદવ-કીચડમાં ફસી ગયો હતો. એક બસ ચંબાથી મનાલી જઈ રહી જ્યારે બીજી બસ મનાલીથી કટરા જઈ રહી હતી. ચંબાથી મનાલી જઈ રહેલી બસમાં ઘણા મુસાફરો હતો જેને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કાદવ કિચડમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં હતા. કટરા જઈ રહેલી ક્ષતિગ્રસ્ત બસના અવશેષ મેળવી લેવામાં આવ્યાાં હતા. ઘટનાની પુષ્ટિ કરતાં રાજ્યના પરિવહન મંત્રી જીએસ બાલીએ કહ્યું કે આ ઘટનામાં લગભગ ૫૦ લોકો માર્યાં ગયાની આશંકા છે. રાતે બે વાગ્યે રાહત બચાવ કામ શરૂ કરવામાં આવ્યું હતું. રાતના ૧૨.૩૫ ની આસપાસ મંડી જિલ્લા વહિવટીતંત્રને આ ઘટનાની જાણકારી મળી હતી જે પછી તાબડતોબ રાહત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. બસ રોડ પરથી ૮૦૦ મીટર નીચે સરકી ગઈ હોવાથી બચાવ કર્મીઓને બસનો કાટમાળ મેળવવામાં ખૂબ તકલીફ પડી હતી. ઘટનાની ખબર મળતાં જ રાહત બચાવ અભિયાન દળને ત્યાં રવાના કરી દેવામાં આવ્યું હતું. ભૂસ્ખલનની ઘટના બાદ કાટમાળ ૨૫૦ મીટરના વિસ્તારમાં ફેલાતા નેશનલ હાઈવે જામ થઈ ગયો હતો. વાહનોને બીજે રસ્તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યાં હતા. રાજ્યના નાણા મંત્રી કોલસિંહે મૃતકના પરિજનો માટે ચાર લાખ રૂપિયાની રકમની જાહેરાત કરી હતી. લગાતાર થઈ રહેલી ભૂસ્ખલનની ઘટનાને કારણે હિમાચલ પ્રદેશમાં દિવસની સફર જોખમી બની રહી છે. મૃત્યાંક હજુ પણ વધવાની સંભાવના છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું મોદીએ કહ્યું કે પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના, મંડી જિલ્લામાં સારવાર લઈ રહેલા ઘાયલોના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરૂ છું.