National

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્રસિંહે રાજીનામું આપ્યું

(એજન્સી) શિમલા, તા.૧૯
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્રસિંહે વિધાનસભા ચૂંટણીઓમાં હારને પગલે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારતા જ્યાં સુધી નવી સરકાર ન રચાય ત્યાં સુધી મંત્રીમંડળ ચાલુ રાખવા કહ્યું હતું. સરકાર વિરોધી વલણનો સામનો કરતા કોંગ્રેસ ૬૮ ધારાસભ્યોવાળી વિધાનસભામાં ર૧ બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. ભાજપે આ ચૂંટણીમાં ૪૪ બેઠકો સાથે જીત મેળવી હતી. સીપીઆઈએએ એક જ્યારે અપક્ષ ઉમેદવારોને બે બેઠકો પર વિજય મેળવ્યો હતો. રામપુર-બુશહરના રાજવી પરિવારના ૮૩ વર્ષના વિરભદ્રએ અરકી વિધાનસભા બેઠક આઠમી વખત જીતી છે. જેમાં તેમણે ભાજપના રમનસિંહ પાલને ૬૦પ૧ મતોની પાતળી સરસાઈથી હરાવ્યા હતા. સિંહ વર્ષ ૧૯૬રમાં યુવાન વયે લોકસભા બેઠક જીતીને સૌથી યુવા સાંસદ બન્યા હતા. તેઓએ પપ વર્ષની લાંબી રાજકીય કારકિર્દી ભોગવી છે. તેઓ ચાર વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે અને છેલ્લે તેઓ ર૦૦૯-ર૦૧રમાં રાજ્યસભા સાંસદ હતા.