(એજન્સી) મંડી, તા. ૭
હિમાચલપ્રદેશમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાધીએ કહ્યું કે ેેહિમાચલની ચૂંટણીઓ માટે કોંગ્રેસના વીરભદ્રસિંહ મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે. તેમણે કહ્યું કે વીરભદ્રસિંહ કોંગ્રેસના મુખ્યમંત્રીના પદના ઉમેદવાર છે. કથિત ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિ કેસનો સામનો કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિરભદ્રસિંહનો બચાવ કરતાં રાહુલે કહ્યું કે વિરભદ્ર સાત ટર્મથી મુખ્યમંત્રી છે. મોદી સરકારને આડે હાથે લેતા રાહુલે કહ્યું કે મોદી સરકારની આર્થિક નીતિઓએ બેરોજગારીને જન્મ આપ્યો. રાહુલે કહ્યંુ કે કેન્દ્ર સરકાર દ્વારા અઘટિત ઉતાવળમાં જીએસટી લાગુ પાડવામાં આવ્યો જેને કારણે લાખો લોકોએ તેમની નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો.મુખ્યમંત્રીનો બચાવ કરતાં રાહુલે કહ્યું કે ૮૩ વર્ષીય વિરભદ્રસિંહે સમગ્ર રાજ્યનો સર્વાંગી વિકાસ કર્યો છે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસની ફરી વાર જીત થશે.