(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
હિન્દી ભાષા વિરોધી કાર્યકરો દિલ્હીમાં ઓગસ્ટના અંતે એક સંમેલન યોજશે જે કેન્દ્ર દ્વારા બળજબરીપૂર્વક દેશભરમાં હિન્દી લાગુ કરવા સામે વિરોધ દર્શાવાશે. એન્ટી હિન્દી કાર્યકરોએ બેંગ્લુરૂમાં ગયા અઠવાડિયે ટેબલ કોન્ફરન્સ યોજી હતી. જેમાં બિનહિન્દી રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આંદોલનને વેગવંતુ બનાવી બિનહિન્દી ભાષી રાજ્યોના પ્રતિનિધિઓને પણ આગામી બેઠકમાં સામેલ કરાશે. મનસેના કાર્યકરે કહ્યું કે અમે દેશ કક્ષાએ આંદોલન કરવા ઈચ્છીએ છીએ. જેથી પ્રાદેશિક અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચે. મનસેના મંત્રી સંદીપ દેશપાંડેએ કહ્યું કે વધુ રાજ્યોને આંદોલન સાથે જોડી દેવાશે. કર્ણાટક રક્ષાના વેદીક (કેઆરવી)એ કહ્યું કે કર્ણાટકમાં હિન્દી વિરોધી જનજાગરણ શરૂ કરાશે. બસવગૌડા બેંગ્લોર ખાતે રેલી યોજાશે. તે દરમિયાન રસ્તા રોકો, સહિતના કાર્યક્રમો અપાશે. કર્ણાટક કોંગ્રેસના ઉપાધ્યક્ષ શંકરે કહ્યું કે પ્રદેશો ઉપર હિન્દી લાદી દેવાનો કેન્દ્રનો નિર્ણય અયોગ્ય છે. એક દેશ એક સંસ્કૃતિના નામે ઈજારાશાહી ઠોકી બેસાડવાના પ્રયાસનો વિરોધ થશે. ભારતની એકતાના ચરિત્ર્ય સામે આવેલી ધમકી કદી પહેલા ન હતી.