(એજન્સી) મેરઠ, તા.ર૮
હિન્દુ સ્વાભિમાન સંસ્થાના પ્રમુખે મેરઠમાં મુસ્લિમ સંતના મઝારનો લીલો કલર કાઢી કેસરી રંગથી રંગી નાંખવાની અનોખી ઘટના બહાર આવી છે. હિન્દુ સ્વાભિમાનના નેશનલ પ્રેસિડેન્ટ અમિતે દરગાહના મઝાર પરથી લીલો કલર હટાવી ત્યાં કેસરિયા રંગમાં હનુમાનનું ચિત્ર ચિતર્યું. આ મુદ્દે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ દાખલ કર્યા બાદ પણ અમિતે પોલીસને ધમકી આપી હતી કે હવે ફરી દરગાહના મઝાર પર લીલો કલર કરવામાં આવશે તો તેઓ મઝારને તોડી નાંખશે. આ મુદ્દો બે સમુદાયના લોકોની આસ્થાનો મુદ્દો હોવાથી કોઈપણ સત્તાવાર અધિકારી અહીં બોલવા તૈયાર નથી. આ મામલે હિન્દુ સ્વાભિમાન સંસ્થાના પ્રેસિડેન્ટથી વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘‘જૈસે કે સાથ તૈસા’’ (વેરની વસૂલાત) કાશ્મીરમાં આર્મી જવાનો પર હુમલાનો બદલો લેવામાં આવશે.
હિન્દુ કટ્ટરવાદીએ દરગાહના મઝારને કેસરી રંગથી રંગી, દરગાહમાં હનુમાનની મૂર્તિ સ્થાપી

Recent Comments