માળીયા મિંયાણા, તા.૧૯
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાનુ મેધપર ગામ હિંન્દુની વસ્તી ધરાવતુ હોવા છતા ગામમા સુલતાનપીરની દરગાહે આહીર સમાજ દ્વારા દરરોજ સેવા કરવામા આવે છે અને તમામ પરિવારો ખુબ જ આશ્થાથી શ્રધ્ધા સાથે સુલતાનપીરની દરગાહે મન્નતો રાખવામા આવે છે તેમજ આહિર સમાજના યુવકોના લગ્ન બાદ પ્રથમ છેડાછેડી સુલતિનપીરની દરગાહે છોડવામા આવે છે. મેધપર ગામ ત્રણ હજારની વસ્તી ધરાવતુ નાનુ એવુ ગામ હિન્દહ-મસલિમ એકતાનુ મિશાલ સમાન છે.
ત્યારે સુલતાનપીર ગોમાતાઓની ખુબ જ સેવા કરતા હોવાનુ અને પુર હોનારત ભુકંપ જેવી કુદરતી આપતિમા સુલતાનપીરના આશીર્વદથી ગામમાં કયારેય પણ માલહાની કે જાનહાની થયેલ ન હોવાથી ગ્રામજનોને અતુટ શ્રધ્ધા છે એટલે મેધપર આહિર યુવક મંડળના યુવાનો દ્વારા આ દરગાહના પટાઃગણમા ગોશાળા બનાવી તેના માટે નવરાત્રીના આખરી ઓપમા યુવક મંડળ દ્વારા ગોશાળાના લાભાર્થે નાટકનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા જીવદયા પ્રેમીઓએ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો અને એકજ રાતમા ગાયોના ચારા માટે બે લાખ નવ હજાર રૂપિયાનો જંગી ફાળો એકત્ર કરવામા આવ્યો હતો આ ભવાઈ નાટકમા મહંતશ્રી જગન્નાથબાપુ સાધુ પ્રભુદાસબાપુ અને કિશનદાશબાપુ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ સેવાકીય પ્રવૃત્તિમા મા મેધપર ગામ સમસ્ત અને આહિર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.