(એજન્સી) તા.ર૯
દેશમાં વધતી જતી મોબલિંચિંગની ઘટનાઓ બદલ જવાબદાર લોકોની ટીકા કરવાને બદલે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે તેને ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનું પ્રયત્ન ગણાવ્યું હતું. આ પ્રકારની ઘટનાઓમાં સામેલ ઘણા અસામાજિક તત્ત્વોમાં સંઘ પરિવારનો ભાગ છે તે સ્વીકારવાને બદલે ભાગવતે કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્ત્વો મોબલિંચિંગ દ્વારા નફરત ફેલાવવા માંગે છે અને સંઘ પરિવારના સભ્યોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ. વૃંદાવન ખાતે અખિલ ભારતીય સામાજિક સદભાવ સમિતિના ઉદ્ઘાટન પ્રસંગે ભાગવતે કહ્યું હતું કે, હાલના દિવસોમાં ટોળા દ્વારા આચરવામાં આવતી હિંસાના નામે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કહ્યુું કે સમાજના કેટલાક વર્ગોમાં એક ચોક્કસ યોજના મુજબ ધર્માંતરણ કરાવવામાં આવે છે જ્યારે કેટલાક સ્થળોએ મોબલિંચિંગ અને ગાયના નામે નફરત ફેલાવવામાં આવી રહી છે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)
મોબલિંચિંગને ગુનો ગણાવવાને બદલે સંઘના વડા મોહન ભાગવતે તેને હિન્દુઓને ‘બદનામ’ કરવાનો પ્રયત્ન ગણાવ્યો

Recent Comments