(એજન્સી) નવી દિલ્હી, તા.૬
બુલંદશહેરમાં થયેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમારસિંહની હત્યા કરી નાખવામાં આવી. કથિત ગૌહત્યા અંગે આ હિંસા થઈ હતી. ઈન્સ્પેક્ટર સિંહના પુત્ર અભિષેકસિંહ સાથે રવીશ કુમારે વાતચીત કરી હતી. અભિષેકનું કહેવું છે કે, આ મોબ લિંચિંગ કલ્ચરથી કંઈ જ મળવાનું નથી, જો આપણે હિન્દુ-મુસ્લિમના નામે પરસ્પર લડતા રહીશું તો પાકિસ્તાન અથવા ચીને કંઈ જ કરવાની જરૂર નહીં પડે.
રવીશ કુમાર : સોશિયલ મીડિયામાં કોમેન્ટ જોઈ રહ્યો હતો અને તેમાં તમારો જવાબ ઈચ્છું છું. બે વર્ગ છે, એક તમારા પિતાની હત્યાને બિનજરૂરી ગણે છે, પરંતુ એક વર્ગ એવો પણ છે જે સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે, ગૌહત્યાનો કેસ થયો છે તેને જોવો જોઈએ અને તેમાં બોલવું જોઈએ.
અભિષેકસિંહ : જોવામાં આવે તે એક માણસની હત્યા વધુ મહત્ત્વ ધરાવે છે, આ તપાસ કરવાથી કે ગૌઅંશ ક્યાંથી મળ્યા અને ક્યાંથી નથી મળ્યા. હું આટલું ચોક્કસ જાણવા ઈચ્છું છું કે, જો એસઆઈટી રિપોર્ટ આવી રહી છે, તેમાં સ્પષ્ટ તે બતાવવું જોઈએ કે, ગૌઅંશ ક્યાંથી આવ્યા, ક્યાંક હિન્દુ લોકોએ તો તેને નથી મૂક્યા. આ રિપોર્ટ બિલકુલ નથી કે મુસ્લિમ લોકોએ ગૌઅંશ કાપ્યા અને ખેતરની પાસે મૂકી દીધા.
રવીશ કુમાર : તમે જ્યારે મુખ્યમંત્રી યોગીને મળશો, આ જે હિન્દુ-મુસ્લિમની રાજનીતિ થઈ રહી છે, તે વિશે પણ કંઈક કહેશો ?
અભિષેકસિંહ : હું માત્ર મુખ્યમંત્રીને નહીં કહું, હું સંપૂર્ણ ભારતને આ વાત માટે આગ્રહ કરું છું કે જે હિન્દુ-મુસ્લિમ હિંસા છે તેને મહેરબાની કરીને બંધ કરો. તેઓ જે વાત-વાત પર આટલા હિંસક થઈ જાય છે, તે વાતોને સમજે અને વિચારે. કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. તેમણે આ સમજવું જોઈએ કે, જે કાયદો છે તે તેમની માટે પણ બન્યો છે. ભલે જ તેઓ અત્યારે નારાજગી વ્યક્ત કરે. કાયદાકીય કાર્યવાહીમાં થોડો સમય લાગશે. આમ મારા પિતાનું મોત નિપજ્યું છે. કાલે ખબર પડશે કે આઈજીને તે લોકોએ મારી નાખ્યા. પછી કોઈ દિવસ કોઈ મંત્રીને મારી નાખ્યા. શું મોબ લિંચિંગ કલ્ચર આવું ચાલવું જોઈએ, બિલકુલ નહીં ચાલવું જોઈએ.
રવીશ કુમાર : અમે તમને જણાવીએ કે દિલ્હીમાં પણ એક આવી ઘટના થઈ હતી. ઘણા બધા હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવા માટે પહોંચી ગયા હતા. પોતાનો પુત્ર ગુમાવ્યા પછી પણ અંકિતના પિતાએ જણાવ્યું કે, હું જ્યાં રહું છું ત્યાં હિન્દુ-મુસ્લિમોની વચ્ચે તણાવ ના હોય. મને લાગ્યું હતું કે, એક પિતાનું કાળજું કેટલું મોટું છે. આજ હું જોઈ રહ્યો છું કે એક પુત્રની હિંમત કેટલી મોટી છે. તમે પિતાને ગુમાવ્યા પછી પણ સમાજના ભલા માટે અને જે સાચો માર્ગ છે, તેની વાત કરી રહ્યા છે.
અભિષેકસિંહ : મારા પિતાનું એક જ સ્વપ્ન હતું કે, તમે કંઈ બનો કે ના બનો એક સારા નાગરિક ચોક્કસ બનો. આ ભારત માતા તમારી છે અને આ ભારત માતા માટે તમારો જીવ આપી દો. દરેક ધર્મ એક છે, ના તમે કોઈના ઉપર છો, ના નીચે છો. તમે ભારતના લોકોને સમજમાં નથી આવતું. હું તમને આગ્રહ કરી રહ્યો છું પ્લીઝ આ વાતનો સમજો આ મોબ લિંચિંગ કલ્ચરથી કંઈ જ મળવાનું નથી. ક્યાંક એવો દિવસ ના આવે કે આપણે ભારતમાં એકબીજાને મારી રહ્યા હોય અને પાકિસ્તાન, ચીન કે બીજા કોઈને બીજું કશું કરવાની જરૂર જ ના પડે.