(એજન્સી) તા.૧૦
બુલંદશહર હિંસાના મુખ્ય આરોપીઓ પૈકી એક આરોપી શિખર અગ્રવાલની ગુરૂવારે હાપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શિખર અગ્રવાલ ભાજપ યુવા મોરચા સાથે સંકળાયેલો છે તે ૩ ડિસેમ્બરે બુલંદશહરમાં થયેલી હિંસા પછી નાસતો ફરતો હતો. આ હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધકુમારસિંઘ અને સુમિતકુમાર નામના યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધી ૩પ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઈન્સ્પેક્ટર સુબોધકુમારસિંઘ પર કથિત ગોળીબાર કરનાર પ્રશાંત નટ અને બજરંગદળનો સ્થાનિક નેતા યોગેશ રાજ પણ સામેલ છે. પોલીસે પૂછપરછ દરમ્યાન નટે તેનો ગુના સ્વીકારી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગૌવંશના અવશેષો મળવાના કારણે બુલંદશહરમાં હિંસા ફાટી નીકળી હતી.