(એજન્સી) હિસાર, તા. ૨૭
પોલીસે આજે કહ્યું કે હિસારમાં પ્રતિબંધિત આદેશનો ભંગ કરનાર ડેરાના ૫ અનુયાયીઓ ઝડપાયા છે. ગત રાતે ડેરાના કેટલાક અનુયાયીઓ ઉત્તમ ધર્મશાળા નજીક ભેગા થયાં હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ધર્મશાળા નજીકથી પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી. હરિયાણાના હિસાર સહિત બીજા પણ જિલ્લાઓમાં પ્રતિબંધિત ધારા લાગૂ પાડવામાં આવી છે. પંચકુલાની કોર્ટે રામ રહીમને બળાત્કાર કેસમાં દોષી ઠેરવ્યાં છે. ત્યાર બાદ થયેલી હિંસામાં ૩૬ લોકો માર્યાં હતા તથા ૨૫૦ ઘાયલ થયાં હતા. સ્વંયભૂ ભગવાની બની બેઠેલા રામ રહીમ વૈભવી જીવન, મોંઘી કારના શોખીન હતા. ભાજપને ૨૦૧૪ ની ચૂંટણીમાં પહેલી વાર સત્તા પર આવી હતી. એક પોલીસ સૂત્રે એવું પણ કહ્યું કે ડેરા ચીફને દોષી જાહેર કરવામાં આવ્યાં હોવા છતાં પણ રાજ્ય સરકારે તેમને જેલમાં સુખ-સુવિધા પૂરી પાડી છે.