સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે ૧પ૮ વર્ષ જૂના કાયદાની કલમ ૩૭૭ને રદ કરી સર્વાનુમતે નિર્ણય આપ્યો હતો કે તે સમાનતાના હક્કનું ઉલ્લંઘન કરે છે. કલમ-૩૭૭ હેઠળ અકુદરતી સેક્સને ગુનો મનાય છે.  દરમ્યાન ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. સ્વામીએ આ ચુકાદા અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આ અમેરિકાનો ખેલ છે. ઝડપથી ગે બાર ખુલશે તેનાથી એચઆઈવી જેવા રોગો વધશે. આવી સ્થિતિમાં સરકાર સાત જજોની પૂર્ણ ખંડપીઠ સમક્ષ આ ચુકાદાની સામે અપીલ કરશે. જે  પાંચ જજોના ચુકાદાને પલ્ટી શકે છે.  તેમણે કહ્યું કે કોઈના અંગત જીવનમાં શું થઈ રહ્યું છે તેની સાથે કોઈ મતલબ નથી. આ એક  જેનેટીક ડીસઓર્ડર છે. જેમ કે વ્યક્તિની ૬ આંગળીઓ હોય છે તેને સમજવા મેડિકલ રીસર્ચ જરૂરી છે.  એમનેસ્ટી ઈન્ટરનેશનલે આ ચુકાદાને આવકાર્યો છે.