(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૧
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે એચઆઈવી એડ્‌સ (રોકથામ અને નિયંત્રણ) કાયદો-ર૦૧૭નો અમલ શરૂ થઈ ગયો છે. મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું કેન્દ્ર સરકારે હ્યુમન ઈમ્યુનોડિફિએંસી વાયરલ એન્ડ એક્વાયરડ ઈમ્યુનોડિફિએંસી સિંડ્રોમ (રોકથામ અને નિયંત્રણ) કાયદો ર૦૧૭ની કલમ ૧ની પેટાકલમ (૩)ની જોગવાઈઓનો અમલ કરી ૧૦મી સપ્ટેમ્બરે ર૦૧૮થી આ કાયદાનો અમલ શરૂ કરાયો છે. સંસદે એડ્‌્‌સ-એચ.આઈ.વી.ને નીવારવા અને નિમંત્રણ માટે ૧૧મી એપ્રિલ ર૦૧૭ના રોજ આ કાયદો પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ સારવાર, રોજગાર અને કામના સ્થળે એવા લોકો સામે થતા ભેદભાવને અટકાવે છે. આ કાયદાને એપ્રિલ ર૦૧૭માં પસાર કરાયો હતો. પણ એનો અમલ શરૂ નહીં કરાતા દિલ્હી હાઈકોર્ટે સ્વમેળે નોંધ લઈ સ્વાસ્થ્ય મંત્રાલયની ઝાટકણી કાઢી હતી. આ કાયદાનો અમલ શરૂ થયા પછી એચઆઈવી અથવા એઈડ્‌સ પીડિતોને સંપત્તિમાં સંપૂર્ણ અધિકાર અને સ્વાસ્થ્યને લગતી બધા જ પ્રકારની મદદ મળી શકશે. કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે દર્દીઓ સાથે ભેદભાવને ગુનો માનવામાં આવશે.