(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
સુરતની ફીમેલ ફર્સ્ટ હોસ્પિટલમાં ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલીસ્ટ ડો. શ્વેતા પટેલની સારવાર તથા માર્ગદર્શન હેઠળ એચઆઈવી પોઝીટીવ કપલને એમ્બ્રીયો ઓડોપ્શન પદ્ધતિથી જોડયા બાળકોનો જન્મ થયો છે અને બંને બાળકો તંદુરસ્ત છે.
આજે તા.૧ ડિસેમ્બરને વિશ્વ એઈડ્‌સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે એચઆઈવીનો ટેસ્ટ કરાવતા લોકો ગભરાતા હોય છે અને જ્યારે એચઆઈવીનું નિદાન થાય ત્યારે દર્દી તેને જીવલેણ બીમારી ગણીને ભાંગી પડે છે. હકીકતમાં જો યોગ્ય સમયે એચઆઈવીનું નિદાન કરીને સારવાર શરૂ કરવામાં આવે તો દર્દી સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે. પરંતુ સમાજમાં જ્યારે કોઈને એચઆઈવી નિદાન થાય ત્યારે દર્દી પ્રત્યેનો પરિવારજનો અને સમાજનો અભિગમ નકારાત્મક દિશામાં ફેટાઈ જતો હોય છે. જો સમાજ જાગૃત હશે તો જ એચઆઈવીનો ફેલાવો અટકાવી શકાશે અને એચઆઈવી પોઝીટીવ વાળા દર્દીઓ સારૂ જીવન જીવી શકશે.
ફીમેલ ફર્સ્ટ હોસ્પિટલના તબીબ ડો. શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સ્ત્રીને એચઆઈવીનું નિદાન થાય તયારે સૌથી મોટો પ્રશ્ન આવે કે શું તેણી માતા બની શકશે ? શું તેણીના આવનાર બાળકને એચઆઈવી ટ્રાન્સફર થશે કે નહીં ? ઉપરાંત તો આજના ટેક્નોલોજીના યુગમાં જા માતાના શરીરમાં વાયરસનો લોડ નહીવત હોય અને સારવાર યોગ્ય અને ચોક્કસ દિશામાં ચાલુ હોય તો પ્રેગનન્સી વખતે એચઆઈવી ટ્રાન્સફર થવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે. એચઆઈવી પોઝીટીવ યુગલે પ્રેગનન્સી પ્લાન કરતાં પહેલાં પ્રી પ્રેગનન્સી કાઉન્સિલિંગ લેવું જાઈએ અને સંપૂર્ણ ચેક અપ કરાવવું જાઈએ. જુદી જુદી આધુનિક પદ્ધતિઓ અપનાવીને આવનાર બાળકને એચઆઈવી થવાની શક્યતાઓ ઓછી કરી શકાય છે.