(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧૦
મોરબી નગરપાલિકાના ૨૪૨.૭૧ કરોડના બજેટને આજે જનરલ બોર્ડમાં ભારે હોબાળા બાદ મંજૂરી મળી હતી આ બોર્ડમાં દરેક એજન્ડાને મતદાન ઉપર લેવા બાબતે તેમજ બજેટ સહિતના એજન્ડા અને મિનિટ બુકમાં છેડછાડ બાબતે અને લોકોના પ્રાથમિક પ્રશ્નો ઉકેલવામાં કોંગ્રેસ શાસિત પાલિકા નિષ્ફળ જવા બાબતે ભાજપના સભ્ય જયરાજસિંહ જાડેજાએ શર્ટ કાઢીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સભામા સતત પોણા બે કલાક સુધી આ હોબાળો ચાલ્યો હતો મોરબી નગરપાલિકાની ચાર મહિના બાદ આજે સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના ૨૦ અને કોંગ્રેસના ૨૪ સભ્યોએ હાજરી આપી હતી જનરલ બોર્ડમાં શરૂઆતથી જ ભાજપના જયરાજસિંહ સહિતના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકા પ્રમુખે એક નંબરનો એજન્ડા પેન્ડિંગ રાખીને બાકીના એજન્ડા ઉપર એક સાથે મતદાન કરવાનું કહેતા ભાજપે એવી માંગ કરી હતી કે દરેક એજન્ડા ઉપર મતદાન કરવામાં આવે. આ માટે સભ્યોએ વિરોધ નોંધાવવા માટે શર્ટ પણ કાઢ્યા હતા આ સાથે ભાજપના સભ્યોએ કોંગ્રેસ શાસિત પાલિકા પાણી સફાઈ સહિતના પ્રશ્ને નિષ્ફળ ગયાનું તેમજ ભાજપે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી હોવાનું જણાવી ભારે ઉગ્ર વિરોધ કર્યો હતો જો કે આ સામાન્ય સભા હેમખેર રીતે પૂર્ણ થયા બાદ પ્રમુખે સભા દરમિયાન મિનિટ બુકમાં સાઈન ન કરી હોવા સહિતના વાંધા પણ ભાજપના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા આમ સતત પોણા બે કલાક સુધી જનરલ બોર્ડમાં વિરોધ ચાલ્યો હતો.આ ઉપરાંત મતદાનમા કોંગ્રેસના એક સભ્ય તટસ્થ રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતુ ઉપરાંત ભાજપે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી છે આ જનરલ બોર્ડમાં પાલિકાના રૂ. ૨૪૨.૭૧ કરોડના બજેટને બહુમતના જોરે મંજૂરી મળી હતી જોકે મતદાનમા કોંગ્રેસના એક સભ્ય તટસ્થ રહ્યા હોવાનું પણ સામે આવ્યુ હતુ ઉપરાંત આ બજેટમાં સામાન્ય વહીવટ માટે રૂ.૨૨૪.૫૦ લાખ કરની વસુલાત માટે રૂ.૭૨ લાખ બીજા કરો માટે રૂ.૭૮ લાખ પ્રો.ફંડ ગ્રેચ્યુટી અને પેનશન માટે રૂ.૫૯૦ લાખ પબ્લિક સેફટી ફાયર સ્ટેશન માટે રૂ.૧૪૫ લાખ રોશની શાખા માટે રૂ.૨૫૦ લાખ જાહેર તંદુરસ્તી પાણી પુરવઠો માટે રૂ.૧૧૧૭ લાખ કોંઝવનસી માટે રૂ.૧૧૮૫ લાખ મેલેરિયા માટે રૂ.૪૫.૮૦ લાખ બાગ માટે રૂ.૮૫ લાખ જાહેર બાંધકામ માટે રૂ.૧૫૬૭ લાખ ભૂગર્ભ ગટર માટે રૂ.૨૬૦ લાખ ઝૂલતા પુલ માટે રૂ.૪૦ લાખ વાંચનાલયો માટે રૂ.૧.૮૧ લાખ બાલ મંદિરો માટે રૂ.૨૫ લાખ ગ્રાન્ટ અન્વયે ખર્ચમા ૧૭૮૩૯ અને અસાધારણ ખર્ચ માટે ૪૩૯.૨૭ લાખ ફાળવવામાં આવ્યા છે ઉપરાંત બજેટમાં આવકના સ્રોતમાં મ્યુ.ની રેઇટ્‌સ એન્ડ ટેક્સીસમાંથી રૂ.૧૮૬૪.૫૦ લાખ સ્થાવર મિલકતમાંથી આવક રૂ.૪૮૩ લાખ પરચુરણમાંથી રૂ.૧૯૧૨.૧૭ લાખ નામદાર સરકાર તરફથી સહાયમાં રૂ.૧૯૬૩૨ લાખ અને અસાધારણ આવકમાં રૂ.૩૮૭.૮૫ લાખ મળીને કુલ ૨૪૨.૭૯ કરોડની આવક દર્શાવવામાં આવી છે