લિડ્‌ઝ,તા. ૩૦
વેસ્ટઇન્ડિઝના સાઈ હોપે જોરદાર આશા વિન્ડિઝ છાવણીમાં જગાવી છે. મંગળવારે વેસ્ટઇન્ડિઝે ઇંગ્લેન્ડ પર પ્રથમ ટેસ્ટ મેચ જીત મેળવીને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. ૨૦૦૦થી ઇંગ્લેન્ડમાં વેસ્ટઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ મેચ જીત થઇ છે. એટલે ૧૬ વર્ષ બાદ વિન્ડિઝે ઇંગ્લેન્ડની જમીન પર ટેસ્ટ મેચ જીતી લીધી છે જ્યારે હેડિંગ્લે ખાતે સાઈ હોપે એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં સદી બનાવનાર વેસ્ટઇન્ડિઝના બેટ્‌સમેનોની યાદીમાં તે જોડાઈ ગયો છે. ખુબ ઓછા વિન્ડિઝના બેટ્‌સમેનો આ સિદ્ધિ હાસલ કરી શક્યા છે. ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં તમામ અપેક્ષાઓની વિરુદ્ધમાં ઉલ્લેખનીય જીત મેળવવામાં હોપે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. તે ૧૦૭ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. બીજી ઇનિંગ્સમાં તે ૧૧૮ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આની સાથે જ વિન્ડિઝે પાંચ વિકેટે ૩૨૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ૧૭ વર્ષ અગાઉ વિન્ડિઝે ઇંગ્લેન્ડમાં અગાઉ જીત મેળવી હતી. હાલમાં વિન્ડિઝની પ્રતિષ્ઠા ખુબ જ ખરાબ થઇ ગઇ છે. આખરે વિન્ડિઝે ફરીવાર પોતાની પ્રતિષ્ઠાને જગાવવાના પ્રયાસ કર્યા છે.મંગળવારના દિવસે વિન્ડિઝે અંતિમ દિવસે જ ૩૨૨ રન પૈકીના ૩૧૭ રન બનાવીને ઇતિહાસ સર્જ્યો હતો. આની સાથે જ ટેસ્ટ મેચ જીતવા હેડિંગ્લેમાં સેકન્ડ હાઈએસ્ટ ચોથી ઇનિંગ્સનો ટોટલ બન્યો હતો.