અમદાવાદ, તા.રર
સમગ્ર ગુજરાતમાં વધી રહેલા સ્વાઈન ફલૂને નિયંત્રિત કરવામાં અને દર્દીઓને સારવાર આપવામાં સરકારી હોસ્પિટલોની પોલ ખૂલ્લી પડી ગઈ છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર મળી રહે તેના માટે ગુજરાત સરકાર જાહેરનામું બહાર પાડી સત્તા હસ્તગત કરવાની વાતો કરે છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની એક હોસ્પિટલ વિરૂદ્ધ ચાલી ગયેલ એક પિટિશનમાં સ્પષ્ટ નિર્દેશ આપેલ છે કે સરકાર પાસેથી રાહતદરે જમીનો મેળવનાર હોસ્પિટલોએ ગરીબ દર્દીઓને મફત સારવાર આપવાની હોય છે. રાજ્ય સરકારનું તંત્ર કદાચ આ વિભાગથી અજાણ હોવાના કારણે ફાંફાં મારી રહ્યું છે. અરજદારે અગાઉ તા.૧૪-૦૮-ર૦૧૭ના રોજ પણ રાજ્ય સરકારનું અને માનવ અધિકાર આયોગનું ધ્યાન દોર્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે. આજરોજ ફરીથી રાજ્ય સરકાર અને હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરેલ છે.