(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
આરોગ્ય અધિકારી અને ઈ.ચા. ડે.કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ સુરત શહેર વિસ્તારમાં આવેલ નીચે જણાવેલ હોટલ રેસ્ટોરન્ટની તા.૨૯-૫-૨૦૧૮ના રોજ અત્રેના ફુડ સેફ્‌ટી ઓફિસરો દ્વારા કુલ ૧૧ હોટલ રેસ્ટોરન્ટની સ્થળ તપાસ કરી કુલ ૧૨ નમૂના લઈ પૃથ્થકરણ સારૂ લેબોરેટરીમાં મોકલાવેલ છે અને રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આરોગ્યલક્ષી ખામીઓ જણાતા નોટીસ આપવામાં આવેલ છે. જેમાં આબોદાના રેસ્ટોરન્ટ અલંકાર રેસ્ટોરન્ટ, અભિલાશા રેસ્ટોરન્ટ, નવજીવન રેસ્ટોરન્ટ, હોટલ ઈમ્પીરિયલ એન્ડ રેસ્ટોરન્ટ, ફૂડ પ્લાઝા રેસ્ટોરન્ટ, હોટલ ઓરેન્જ ઈન્ટરનેશનલે, હોટલ સિફ્‌ત ઈન્ટરનેશનલ, હોટલ સવેરા સુફીબાગ અને ફન પોઈન્ટ રેસ્ટોરન્ટ સમાવેશ થાય છે.