(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત શહેરના ઉધના મેઇનરોડ પર સીટી શોપિંગ સેન્ટર અને સીટીલાઇટ રોડ પર હિરાપન્ના શોપીંગ સેન્ટરમાં ફાયર સેફટીા સાધાનોનો અભાવ જણાતા આજે સવારે સીલ મારી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલવે સ્ટેશન ખાતે સત્કાર હોટલને પણ સીલ કરવામાં આવી. ચીફ ફાયર ઓફિસર બી.કે. પારેકના જણાવ્યા અનુસાર શહેરમાં શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમર્શીયલ મોલમાં ફાયર સેફટીના સાધનો વસાવવા માટે વખતોવખત નોટીસ આપવામાં આવી છે. તેમ છતાં ફાયર સેફટીમાં સાધનો નહીં વસાવતા આજે ફાયર વિભાગની ટીમ દ્વારા સીલીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ઉધના નવસારી રોડ પર આવેલી સીટી સોપિંગ સેન્ટર, સીટીલાઈટ રોડ પર માહેશ્વરી ભવન નામક હિરાપન્ના શોપીંગ સેન્ટરના ફાયર સેફટીના અભાવે ૭૦થી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન પાસે હોટલ સત્કારમા પણ ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવી હતી. ફાયર વિભાગની કામગીરીના પગલે દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.