મોસ્કો,તા. ૫
વર્લ્ડ કપ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ ટીમો પોત પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. ફેવરીટ ટીમોમાં એક ટીમ બ્રાઝિલ પણ છે. બ્રાઝિલે પાંચ વખત વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી છે. તે સૌથી વધારે વખત વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. ફીફા વર્લ્ડ કપની સૌથી સફળ ટીમો પૈકી એક તરીકે તેને ગણવામાં આવે છે. બ્રાઝિલનુ નામ આવતાની સાથે જ આક્રમક ફુટબોલ રમનાર ખેલાડીઓના નામ દિમાગ પર તરત આવી જાય છે. બ્રાઝિલની ટીમ આ વખતે પણ સૌથી શક્તિશાળી ટીમ છે ટીમમાં નેમારની ફરી એકવાર હાજરીથી વિશ્વના દેશો સાવધાન થઇ ગયા છે. તે એકલા હાથ પોતાની ટીમને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો તાજ અપાવી શકે છે. વિશ્વના શ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડી તરીકે તેની ગણતરી કરવામાં આવે છે. તે હજુ સુધી પોતાની ટીમની તરફથી ૮૪ મેચો રમીચુક્યો છે અને ૫૪ ગોલ કર્યા છે. સિલ્વા, મિરાન્ડા, કોટિન્હો, પાઉલિન્હો પણ છવાઇ જવા માટે તૈયાર છે. જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે ફિકા વર્લ્ડ કપ ફુટબોલની શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે. તમામ ટીમો તૈયારીમાં વ્યસ્ત બની ગઇ છે. ફિકા વિશ્વ કપની તૈયારીમાં વ્યસ્ત બનેલી ટીમો વચ્ચે પ્રેકટીસ મેચો શરૂ થઇ ગઇ છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે.