વોશિગ્ટન તા. ૮

૨૦૦૯ ની સાલના કોપનહેગન શિખર સંમેલન દરમિયાન આબોહવા બદલાવ કરારના એક દિવસ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને તેમની પત્ની અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા હિલેરીને એવી સલાહ આપી હતી કે  ગરીબ દેશોને ભારત-ચીનથી કેવી રીતે દૂર રાખવામાં આવે. ૧૭ ડિસેમ્બર ૨૦૦૯ ના રોજ હિલેરીને પાઠવેલા એક ઈમેઈલમાં બિલે એવું લખ્યું કે પારદર્શિતા જેવા મુદ્દે ગરીબ દેશોને ભારત અને ચીન સાથે આવતા રોકી શકાય છે. તમે તેમને સમજાવી શકો છો કે તેઓ ગમે તે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે, તે એવા કોઈ વિકલ્પની ઉપલબ્ધતા પર નિર્ભર હોવી જોઈએ કે જે તેમના અર્થતંત્ર માટે સારો હોય.

હાલમાં હિલેરી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આબોહવા બદલાવ માટે કરાર કરવા કોપનહેગનમાં ધામા નાખ્યાં છે. ભારત અને ચીનની આગેવાની વાળી દેશો આ કરારનો વિરોધ કરી રહ્યાં છે. બિલ ક્લીન્ટને ઈમેઈલમાં લખ્યું હતું કે મારૂ એવું સૂચન છે કે તમે તેની શરૂઆત એવું કહીને કરી શકો છો કે જો આપણે સાચી રીતે તેની સાથે કામ પાર પાડી શકીએ અને સાચા સંસાધનો ઉપલબ્ધ કરાવીએ તો આ પડકાર એક તક બની શકે છે. જેથી કરીને જૂની પુરાણી અર્થવ્યવસ્થા પર ઉર્જા ઉપલબ્ધ કરાવવા અને તેની ખપત કરાવવાની રીતો પર તેનો પ્રભાવ ન પડી શકે.હિલેરી ક્લિન્ટન જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારના કાર્યકાળ દરમિયાન તેમને કુલ ૭૫ પાના દસ્તાવેજોના ઈમેલ મળ્યાં હતા.