– ડો. ભરત ઝુનઝુનવાલા

વડાપ્રધાન અભિનંદનને પાત્ર છે. તેમણે પ૦૦ અને ૧૦૦૦ નોટોને રદ કરી દીધી જાણકારો બતાવે છે કે કેટલાક નેતાઓ દ્વારા નોટ તે પ્રકારે રાખવામાં આવે છે જેવી રીતે ગોડાઉનમાં કપડા અથવા પુસ્તકો. નોટો રદ કરવાથી આ કાળું નાણું નકામું થઈ જશે. સરકારે ઘોષણા કરી છે કે આધુનિક સિક્યોરિટીથી સજ્જ પ૦૦ તથા ર૦૦૦ની નોટ જારી કરવામાં આવશે. માની શકાય છે કે આ નોટોની કોપી કરીને જાલી નોટ બનાવવી મુશ્કેલ હશે. પરંતુ સરકાર દ્વારા જારી આ હાઈટેક નોટો પુનઃ કાળા નાણાંમાં પરિવર્તન થઈ શકે છે. વર્તમાનમાં જે કાળું નાણું બજારમાં ચાલી રહ્યું છે. તેમાં ૯૮ ટકા નોટો સાચી છે. જે પ્રકારે ટેક્ષની ચોરી કરીને આ સાચી નોટોનો ઉપયોગ કાળા નાણાંરૂપે કરવામાં આવી રહ્યો છે તે જ પ્રકારે નવા હાઈટેક નોટોને પણ કાળું બનાવી દેવામાં આવશે. સરકારનું કહેવું છે કે એણે આ નોટોમાં ચિપ લાગેલી હશે જેનાથી એની ગતિની જાણકારી પ્રાપ્ત કરી શકાશે. મારું અનુમાન છે કે બેંકોમાં નોટ ગણવાના મશીન દ્વારા આ જાણી શકાશે કે પૂર્વમાં તે નોટને કંઈ બેંકથી કાઢવામાં આવી હતી. પરંતુ નોટની એક બેંકથી બીજી બેંકની પૂરી યાત્રાની માહિતી મેળવવી મુશ્કેલ જ હશે. એટલે હાઈટેક નોટોને જારી કરવા છતાં સાચી નોટોને કાળા નાણાંમાં પરિવર્તિત કરવું પૂર્વવત ચાલુ રહેશે. આ પગલાંની સાથે સાથે જરૂરત છે કે કાળા નાણાંના ઉત્પાદનના સ્ત્રોત પર જ પ્રહાર કરવામાં આવે.

કાળા નાણાંનું ઉત્પાદન મુખ્યતઃ ટેક્ષની ચોરી કરવા માટે થાય છે. ઉદ્યોગપતિઓ  પર વર્તમાનમાં એકસાઈઝ ડ્યૂટી, સેલ્સ ટેક્ષ તથા ઈન્કમટેક્ષનો  સંમિલિત બોજ લગભગ ૩૦ ટકા પડે છે. એક કરોડ પ્રતિ માસના વેચાણ પર તેને ૩૦ લાખ રૂપિયા ટેક્ષરૂપે અદા કરવાનો હોય છે. ઉદ્યોગો માટે લાભકારી હોય છે કે એક્સાઈઝ ડ્યૂટી, સેલ્સ ટેક્ષ તેમજ ઈનકમ ટેક્ષના ઈન્સ્પેક્ટરોને એક-એક લાખ રૂપિયાની પ્રતિ માસ લાંચ આપી દે જેનાથી તે ટેક્ષ અદા કર્યા વિના પોતાનો કારોબાર કરી શકે. ત્રણ લાખની લાંચ આપીનેે ર૭ લાખની બચત કરી લે છે. સરકારી અધિકારીઓની પાસે લાંચની મોટી રકમ રોકડ રૂપે મળી જાય છે. એમના દ્વારા આ રકમથી પ્રોપર્ટી અથવા સોનુ ખરીદવામાં આવે છે. એટલે પ્રોપર્ટી તેમજ જ્વેલરી બજારોમાં મોટી માત્રામાં કાળા નાણાંનું પ્રચલન થાય છે. સરકારી અધિકારીઓની ટ્રાન્સફર ઈન્ડસ્ટ્રીઝથી આ કાળા નાણાંનો એક ભાગ નેતાઓની પાસે પહોંચી જાય છે. જેને તે ગોડાઉનમાં રાખે છે. અધિકારીઓ, નેતાઓ, પ્રોપર્ટી ડીલરો તથા જ્વેલર્સની દુકાનોની વચ્ચે ફેલાયેલ કાળા નાણાંનો મૂળ સ્ત્રોત ઉદ્યોગપતિઓ દ્વારા ટેક્ષની બચત કરવી છે.

મોટી નોટોને રદ કર્યા બાદ કાળા નાણાંનું શીઘ્ર જ ઉત્પાદન ચાલુ થઈ જશે. તે જ પ્રકારે જેમ ઈન્સ્યૂલીન લેવાથી થોડાક કલાકો માટે શરીરમાં શુગર ઓછું થઈ જાય છે. પરંતુ ભોજન કરવાથી પુનઃ શુગર થઈ જાય છે. એટલે જરૂરી છે કે સાથે સાથે કાળા નાણાંના પેદા થનારા સ્ત્રોતો પર ગાળિયો કસવામાં આવે. આ દિશામાં જરૂરી છે કે ટેક્ષના દરોમાં ઘટાડો કરવામાં આવે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજાને જનતાથી ટેક્ષ તે પ્રકારે વસૂલ કરવો જોઈએ જેમ સૂર્ય દ્વારા તળાવમાંથી પાણી શોષવામાં આવે છે. તળાવને પાણીના બાષ્પીકરણની પીડા થતી નથી. ટેક્ષ દરને એટલો ઓછો કરી દેવો જોઈએ કે ઉદ્યોગપતિઓ માટે ટેક્ષ અદા કરવો આરામદાયક થઈ જાય  હું એક ઉદ્યોગપતિને જાણું છું. જેણે પોતાની કાગળની ફેક્ટરીમાં ચોરીને બંધ કરવાનો નિર્ણય લીધો. તેણે જોયું કે બીજા ઉદ્યોગપતિઓ ટેક્ષની ચોરી કરીને માલ સસ્તો વેચી રહ્યા હતા. તેમને માલ મોંઘો પડતો હતો. કેમ કે તેઓ માલ પર ૩૦ ટકા એક્સાઈઝ ડ્યૂટી તથા ૧૦ ટકા સેલ્સ ટેક્ષ અદા કરતા હતા. તેમની ફેક્ટરી બંધ થવાના આરે આવી પહોંચી. મજબૂરીમાં તેમણે પણ ટેક્ષની ચોરી કરવી શરૂ કરી દીધી. આના થોડાક વરસો બાદ સરકારે કાગળ પર લાગનારી એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી દીધી. ડ્યૂટીનો દર ૩૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દીધા.તેમણે તત્કાળ ટેકેસની ચોરી બંધ કરી દીધી. તેમના માટે ૧૦ ટકા એક્સાઈઝ ડ્યૂટી અને ૧૦ ટકા સેલ્સ ટેક્ષ અદા કરીને બીજી ફેક્ટરીઓથી સ્પર્ધા કરવી સંભવ હતું. સરકારે ટેક્ષ દરોમાં ઘટાડો કરવો જોઈએ. આમ કરવાથી કાળા નાણાંનું ઉત્પાદન સ્વતઃ બંધ થઈ જશે. ટેક્ષની ચોરી તેમજ કાળા નાણાંનું ઉત્પાદન ત્યાં સુધી ચાલતું રહેશે. જ્યાં સુધી ટેક્ષ દરો ઊંચા બની રહેશે.

એની સાથે જ મોદી સરકારે નીચલા સ્તર પર સરકારી તંત્રના ભ્રષ્ટાચાર પર પણ ગાળિયો કસવો પડશે. આપે ઊંચા સ્તરો પર ભ્રષ્ટાચાર પર પ્રશંસનીય નિયંત્રણ કર્યું છે. પરંતુ નીચલા સ્તર પર ભ્રષ્ટાચાર વધ્યો છે. દિલ્હીના ઓખલા ઔદ્યોગિક ક્ષેત્રના એક ઉદ્યોગપતિએ બતાવ્યું કે યુપીએ શાસનકાળમાં તે એક્સાઈઝ ઈન્સ્પેક્ટરને એક લાખ રૂપિયા પ્રતિ માસ લાંચ આપતા હતા. એનડીએ સરકાર આવ્યા બાદ ઈન્સ્પેક્ટર મહોદયે કહ્યું કે હવે રેટ બે લાખ રૂપિયા પ્રતિ માસ હશે. કેમ કે ઉપરથી બહુ સખ્તાઈ છે. આ પ્રકારે એનડીએ સરકારના કાર્યક્રમમાં કાળું નાણું વધ્યું છે. જેમ કે પાઈપમાં પાણીની ધારને જબરદસ્તી રોકવાથી તે દૂર જઈને પડે છે. જરૂરત છે કે પાઈપમાં પાણીની માત્રા જ ઓછી કરી દેવામાં આવે. જેનાથી ધારને રોકવાની જરૂરત જ ના રહે. એટલે સરકારે નીચલા સ્તર પર અધિકારીઓના ભ્રષ્ટાચાર પર નિયંત્રણ કરવાનો ઉપાય કરવો જોઈએ.

આ દિશામાં સરકારે નિમ્ન પગલાં ઉઠાવવા પર વિચાર કરવો જોઈએ એક એ કે સંસદ તથા રાજ્યોની વિધાનસભાઓની કમિટીઓ બનાવવામાં આવે. જે ઉચ્ચ અધિકારીઓના પદોન્નતિ પર  નિર્ણય લે. આ કમિટીઓમાં સ્વતંત્ર વ્યક્તિઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. આમ કરવાથી પ્રમાણિક અધિકારીઓને પદોન્નતિ મળવાની સંભાવના વધુ રહેશે. બીજું પગલું એ કે સેન્ટ્રલ વિજીલેન્સ કમિશન વિભાગ પર એક સ્વતંત્ર જાસૂસી વ્યવસ્થા બનાવવામાં આવે જે  સ્વયં પોતાના સ્તર પર અધિકારીઓની ગુપ્ત તપાસ કરે અને ભ્રષ્ટ અધિકારીઓને ટ્રેપ કરે કૌટિલ્યએ કહ્યું હતું કે આવી જાસૂસી વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે બીજી જાસૂસી વ્યવસ્થાને સ્થાપિત કરવી જોઈએ.

ત્રીજંુ એક ચીફ એન્જીનિયર પીસીએસ સ્તર તથા એનાથી ઉપરના અધિકારીઓના કામકાજને સ્વતંત્ર એજન્સીઓ દ્વારા મૂલ્યાંકન કરાવવામાં આવે. જે પ્રકારે પીએચડીના વિદ્યાર્થીઓને વાઈવામાં સ્વતંત્ર બહારના પ્રોફેસરોને આમંત્રિત કરવામાં આવે છે તે જ પ્રકારે અધિકારીઓના વાર્ષિક ઈન્ક્રીમેન્ટ આપવાના પહેલા તેમનું સ્વતંત્ર મૂલ્યાંકન કરાવવામાં આવે. ચોથું એ છે કે સૂચના અધિકાર કાનૂન હેઠળ જવાબનો અધિકાર કાનૂન બનાવવામાં આવે. જો કોઈ આવેદકની જમીન ફાળવણીની અરજીનો સ્વીકાર કરવામાં ના આવ્યો તો તે અધિકાર હોવો જોઈએ કે તે કારણ પૂછી શકે. વ્યવસ્થામાં આ પ્રકારના સુધારથી સરકારી કર્મીઓ માટે ટેક્ષના ભ્રષ્ટાચારમાં લિપ્ત થવું મુશ્કેલ થઈ જશે. ત્યારે વાસ્તવમાં કાળા નાણાંને સમાપ્ત કરવાનું સરકારનું મંતવ્ય સફળ થશે.