(એજન્સી) તા.૧૯
નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસી પર ચાલુ વિરોધ પ્રદર્શન, જામિયા-એએમયુના વિદ્યાર્થીઓ પર અમાનુષી પોલીસ દમન અને આ બધા પર બોલીવુડ સ્ટારનું મૌન ફૈસને ઘણા નારાજ કરી દીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સે તો ટ્‌વીટ પર ઈંજરટ્ઠર્દ્બીહર્મ્ઙ્મઙ્મર્અુર્ઙ્ઘ અને ઈંજીૈહીઙ્મીજજ જીેીજીિંટ્ઠજિ જેવા હૈશટેગ ટ્રેંડ કરાવી દીધા હતા. આના એક દિવસ પછી જ હવે ફિલ્મી હસ્તીઓ વર્તમાન સ્થિતિ પર ખૂલીને બોલવા લાગી છે. રિતિક રોશને પણ આ મુદ્દા પર દુઃખ જાહેર કર્યું અને વહેલમાં વહેલી શાંતિ કાયમ થવાની આશા કરી.
રિતિકે ટવીટ કર્યું, એક પૈરંટ અને ભારતનો એક નાગરિક હોવાના નાતે હું દેશના વિભિન્ન શૈક્ષણિક સંસ્થાઓમાં ફેલાયેલી અશાંતિથી ઘણો દુઃખી છું. હું આશા કરૂં છું અને પ્રાર્થના પણ કે વહેલામાં વહેલી શાંતિ કાયમ થાય. મહાન અધ્યાપક પોતાના વિદ્યાર્થીઓથી જ શીખે છે હું દુનિયાના સૌથી યુવા લોકતંત્રને સલામ કરૂં છું.