(એજન્સી) તા.ર૧
કર્ણાટકના મુખ્યમંત્રી પદના દાવેદાર એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું હતું કે ભાજપ અથવા શ્રીરામુલુ તેમની ઉંઘ છીનવી નહીં શકે. સોમવારે હેલિપેડ ખાતે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હું ભાજપની ઉંઘ ઉડાડી દઈશુ. આ કોઈ કામચલાઉ સરકાર નથી. અમે પાંંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપીશું અને લોકોની સમસ્યાઓ દૂર કરીશું. કુમારસ્વામીએ કહ્યું હતું કે કોંગ્રેસ-જે.ડી.(એસ) ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી અને ખોટી અફવાઓ માટે મીડિયા જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે મેં ઘણી સોશ્યલ મીડિયા પોસ્ટ અને મીડિયા અહેવાલો વાંચ્યા છે. હું વહેલી તકે તેમનો યોગ્ય જવાબ આપીશ. હું કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને મળવાનો છું ત્યારબાદ હું બસપાના પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરીશ.