અમદાવાદ/માળિયામિંયાણા, તા.ર૯
રાજ્યના મોરબી ખાતે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં સભા સંબોધીને વિધાનસભાની ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમની સભાના સ્થળથી થોડે દૂર મોરબીમાં જ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે સભા સંબોધીને ગુજરાતની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા આહ્વાન કર્યું હતું. આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના ગામડાઓમાં મને અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું. હું એકલો નથી મારી સાથે બહુ લોકો છે. હું એક જ પરેશાનીમાં નથી કરોડો લોકોને પરેશાની છે. હાર્દિક એક જ પરિવર્તન નથી ઈચ્છતો આખું ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. ત્યારબાદ હાર્દિકે માળિયાના ખાખરેચી ગામમાં પણ સભા સંબોધી હતી. માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે હાર્દિક પટેલની ખેડૂત મહાસંમેલન સભાનંુ આયોજન કરાયુ હતુ આ ખેડુત મહાસંમેલન સભામાં હજારોની સંખ્યામાં પાટીદાર સહિત તમામ સમાજના લોકો તથા ખેડુતોએ હાજરી આપી સભામાં ઉપસ્થિત રહી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનંુ તમામ જ્ઞાતિ સમાજના આગેવાનોએ સ્વાગત સન્માન કર્યુ હતુ. સભા સંબોધતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જેમા આ સરકારને નપુસંક પાયાવિહોણી ગણાવી ૯ ડિસેમ્બરે સરકારનું અભિમાન ઉતારવા તમામ સમાજના લોકો જાગૃત બની આ સરકારને ઉખેડી ફેંકવા આહવાન કર્યુ હતું તેમજ સરદાર પટેલે ખેડુતો માટે ઘણુ કર્યુ પણ આ ભાજપ સરકારે ખેડુતો સાથે પાકવિમા આપવાના સપના દેખાડી અન્યાય સિવાય કાંઈ નથી કર્યુ તેમજ જાડી ચામડીની જનરલ ડાયર સરમુખત્યાર સરકારે આમ જનતાને શું આપ્યું સહીતના મુદા પર આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત મોરબી અને મહેસાણાના પાસ કન્વીનરો એ સરકાર અને સ્થાનિક ધારાસભ્યની ઝાટકણી કાઢતા પ્રહારો કર્યા હતા જેમા સરકારે ગુજરાતનો વિકાસ કરવો હોય તો પહેલા માળીયા મિંયાણા તાલુકાના ગામડાઓનો વિકાસ કરો અને આ ભારતીય જનતા પાર્ટી નામનો ચેપીરોગ ગુજરાતમાં ઘર કરી ગયો છે જેને ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ આ રોગ થી બચવા રસી આપવાની છે જેને ૧૮ ડિસેમ્બરે ભાજપ નામ ના ચેપીરોગને નાબુદ કરી ઉજવળ ભવિષ્ય બનાવશુ જેવા આકરા પ્રહારો કર્યા હતા તેમજ પાટીદાર સમાજ ગુજરાતની ૧૨૦ સીટ ઉપર પ્રભુત્વ ધરાવે છે આમ ખાખરેચી ખેડુત મહાસંમેલન સભામાં વિશાળ જનમેદની સાથે મોરબી કોંગ્રેસ પક્ષના બ્રિજેશ મેરજા મોરબી મહેસાણા પાસ કન્વીનર મનોજભાઈ પનારા તથા ધનજીભાઈ પટેલ સહિતના તમામ સમાજના આગેવાનો અને ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હું એકલો નહીં પણ આખું ગુજરાત પરિવર્તન ઈચ્છે છે : હાર્દિક પટેલ

Recent Comments