આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડનો સામનો કરી રહેલા પૂર્વ નાણા તથા કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમ અચાનક ૨૭ કલાક ગાયબ રહ્યા બાદ કોંગ્રેસ મુખ્યમથકમાં સામે આવ્યા હતા અને પત્રકાર પરિષદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને જીવન અને આઝાદી વચ્ચે પસંદગીની તક મળશે તો હું ચોક્કસપણે આઝાદી પસંદ કરીશ. તેમણે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ઘણું બધું થયું જેનાથ કેટલાક લોકોને ચિંતા થઇ અને કેટલાકને ભ્રમ થઇ ગયો. આઇએનએક્સ મીડિયા કેસમાં મારા પર કોઇ પ્રકારનો આરોપ લગાવાયો નથી અને મારા તથા મારા પરિવારના કોઇપણ સભ્ય વિરૂદ્ધ આરોપો ઘડાયા નથી. ઇડી તથા સીબીઆઇ દ્વારા કોઇપણ અદાલતમાં મારા અને મારા પરિવાર વિરૂદ્ધ કોઇ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે, હું ક્યારેય કાયદાથી ભાગ્યો નથી અને હું ન્યાયના પ્રયાસ કરી રહ્યો હતો. હું મારૂ માથું હમેશા ઊંચુ રાખીની જીવીશ. આઇએનએક્સ કેસમા મારા વિરૂદ્ધ કોઇ આરોપ નથી. મારા મામલે એજન્સીઓએ શુક્રવાર સુધી રોકાવું જોઇએ.