જો બાળક ગેરવર્તણૂક કરે અને પોતાની જીભનો અયોગ્ય ઉપયોગ કરે તો મોટેરાઓ બાળકોને ઠપકો આપે છે કે તારી જીભડી બહુ લાંબી થઈ ગઈ છે પરંતુ જો કોઈ વ્યક્તિની જીભ સામાન્ય વ્યક્તિઓ કરતા લાંબી હોય તો તમે શું કહેશો ? અહીં આવી જ બે તસવીરો રજૂ કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં આવેલી વિત્વાટેરસ્રાન્ડ યુનિવર્સિટી ખાતે યોજાયેલ યેબો ગોગા એક્ઝિબિશનમાં સફેદ અને કાળો રંગ ધરાવતી આર્જેન્ટીનાની તેગુ નામની ગરોળીની તસવીર લેવામાં આવી હતી. પાંચ દિવસના આ એક્ઝિબિશનમાં નાના પશુઓ, છોડ, જીવજંતુઓ અને સાપનું પ્રદર્શન કરવામાં આવે છે.
યુએસએના મીશીગનની ૧૮ વર્ષીય યુવતી પોતાની જીભના કારણે સોશિયલ મીડિયા પર ઘણી પ્રખ્યાત થઈ છે. સાપ જેવી જીભ વડે તે પોતાના નાક, હડપચી, કોણી અને આંખને સ્પર્શી શકે છે.