(એજન્સી) તા.૧૧
આપણે પૂણે પોલીસ દ્વારા ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કેટલાક માનવ અધિકાર કર્મશીલ અને કામદાર સંઘના નેતાઓની દેશના જુદા જુદા ભાગોમાંથી એક સાથે ધરપકડ થતાં ઘેરી ચિંતામાં છીએ. ધરપકડ કરાયેલ લોકોની કહેવાતી ગેરકાયદે પ્રવૃત્તિનું ચોક્કસ સ્વરુપ, સ્પષ્ટ કરવામાં આવ્યું નથી અને તેઓ જલદ કાયદા ગેરકાયદે પ્રવૃત્તિ (અટાકયત) ધારા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ જે પુરાવાનો ઉલ્લેખ કરાયો તે તેની પ્રમાણભૂતતા અત્યંત વાંધાજનક અને વિવાદાસ્પદ છે.
તેઓ સમાજના વિવિધ શોષિત અને વંચિત વર્ગોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવા માટેની ઝુંબેશમાં અગ્રેસર રહ્યા છે. ધરપકડ કરવામાં આવેલ એક પ્રોફેસર એડવોકેટ સુધા ભારદ્વાજ છે કે જેઓ છેલ્લા ત્રણ દાયકાથી છત્તીસગઢમાં કામદાર સંઘના નેતા તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ પ્રગતિશીલ સિમેન્ટ શ્રમિક સંઘ (ડીસીએસએસ) સાથે તેની સ્થાપનાથી જોડાયેલ છે. છત્તીસગઢમાં સિમેન્ટ ઉદ્યોગમાં કોન્ટ્રેક્ટ પરના કામદારોને નિયમિત કરવા માટે લાંબું કાનૂની યુદ્ધ લડીને તેમણે વિજય પ્રાપ્ત કરવાનો ઐતિહાસિક દાખલો બેસાડ્યો છે. તમામ કામદાર લોકો માટે કાનૂની સહાયનું મહત્વ સમજીને પ્રોફેસર એડવોકેટ ભારદ્વાજે જનહિત નામના વકીલોના એક સમુદાયની સ્થાપના કરી છે અને તેઓ છત્તીસગઢ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીસ (પીયુસીએલ)ના મહામંત્રી અને ઇન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર્સના ઉપપ્રમુખ છે જે જરુરતમંદોને તેમજ વિમેન અગેન્સ્ટ સેક્સુયલ વાયોલન્સ એન્ડ સ્ટેટ રીપ્રેશનના સભ્યોને કાનૂની સહાય પૂરી પાડે છે. આમ તેમની ધરપકડ એ શ્રમિકોનો બચાવ કરવાના અધિકાર અને કામદારોના દીવાની અને રાજકીય અધિકારો પર હુમલો છે. આમ કામદાર સંઘોના અધિકારો પર આ એક પ્રકારનો ગંભીર હુમલો છે. અમારી માગણી છે કે સરકાર કામદાર સંઘના નેતાઓ અને માનવ અધિકારના સંરક્ષકો વિરુદ્ધ કિન્નાખોરી તાત્કાલિક બંધ કરે અને કામદારો તેમજ ગરીબોના અધિકારના રક્ષણમાં તેમનું મૂલ્ય અને મહત્વ સ્વીકારે. સરકારે લોકતંત્ર અને માનવ અધિકાર સંરક્ષકો પર આ હુમલા બંધ કરવા જોઇએ એવું એક અપીલમાં જણાવાયું છે કે જેના પર અમરજીત કૌર, રાજીવ ડીમરી, કે હેમલત્તા, અનિમેશ દાસ, આઇટુક, એઆઇસીસીટીયુ, સીઆઇટીયુ, આઇએફટુયુ વગેરે દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ છે.
લોકતંત્ર અને માનવ અધિકારના સંરક્ષકો પર આ પ્રકારના હુમલા બંધ કરો

Recent Comments