(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૮
વંથલી તાલુકાના કણજડી ગામે રસ્તાના પ્રશ્ને હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભાવિશાબેન નારણભાઈ છુંછર (ઉ.વ.૩ર, રહે. કણજડી ગામ-વાડીએ)એ વિનુ નાથાભાઈ પરમાર, મહિપતભાઈ વિનુભાઈ, હેતલબેન વિનુભાઈ વગેરે સામે એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા સાહેદોને પોતાનો અંગત રસ્તો હોય ત્યાંથી આરોપીએ રીક્ષા હાંકતા ફરિયાદીએ ના પાડતા આરોપીએ લાકડી પથ્થર તથા કુહાડીની બુંધરાટીથી મારમાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. પોલીસે આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવમાં સામાપક્ષે પણ વિનુભાઈ નાથાભાઈ પરમાર (ઉ.વ.૪૦, રહે. કણજડીવાળા)એ રામદે લખમણ આહીર સહિત ૧ર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી આરોપીઓને રસ્તે ચાલવા બાબતનો વાંધો ચાલતો હોય જે મનદુઃખના કારણે આરોપીએ ફરિયાદીનાં ખેતરે જઈ અને નારણ નાજાભાઈ છુંછરે કુહાડી તેમજ રામદે લખમણ આહિરે પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી અને ગેરકાયદેસર મંડળી રચી હડધૂત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. વંથલી પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.બી. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે. કેશોદના ઈન્દિરાનગર રામાપીર મંદિરની બાજુમાં રહેતા મંજુબેન નટુભાઈ સોલંકી (ઉ.વ.૪૦)એ રમેશભાઈ શકરાભાઈ વેગડા, મેરામભાઈ શકરાભાઈ વેગડા, સુધીર ભીખાભાઈ વેગડા વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદી અગાઉ જુગારના કેસમાં પકડાયેલ હોય અને જામીન પર મુક્ત થયેલ છે. જેથી ત્રણેય આરોપીઓએ એકસંપ કરી પોલીસના નામે ફરિયાદી પાસેથી રૂા.૬પ૦૦ પડાવી લેવા ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખોટા કેસમાં પણ ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.