કોડિનાર, તા.ર૦
કોડીનાર શહેરના ઉના ઝાપા વિસ્તારમાં ગઈકાલે રાત્રીના તું છોકરીની શું કામ મશ્કરી કરી રહયો છે તેમ કહી ૨ યુવકો ઉપર ૪ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના અંગે પી.એસ.ઓ. ઉપેન્દ્રભાઈ બાભણીયાએ આપેલ વિગત મુજબ હાર્દિક હરીભાઈ ગોહિલ રહે.પીપળીએ નોંધવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરાત્રીના હાર્દિકભાઈ, રવીભાઈ બારડ, મહેન્દ્રભાઈ બારડ અને ભાવેશભાઈ વાળા એમ આ ૪ મિત્રો ઉનાઝાપામાં આવેલ એવન ચાઈનીઝ હોટલમાં જમવા આવેલ હોય ત્યારે અમાન યુસુફભાઈ બેલીમ અને સરફરાઝ મહેબૂબભાઈ બેલીમ પણ હોટલમાં જમવા આવ્યા હોય અમને જોઈને કઈ બોલી રહ્યા હોય અને બીજાને ફોન કરીને બોલાવી રહ્યા હોય અમને માથાકૂટ થવાની બીક લાગતા અમો જમીને હોટલની બહાર નીકળતા અમાન બેલીમ, સરફરાઝ બેલીમ અને બીજા બે અજાણ્યા શખ્સોએ ભેગા થઈ તમે લોકોએ છોકરીની મશ્કરી કરી હોવાનું કહી રવી બારડ ઉપર બેઝબોલના ધોકા અને પાણીના જગ વડે હુમલો કરી આડેધડ મારમારી અને હાર્દિક ભાઈને પણ ઢીકાપાટુંનો મારમારી હવે પછી જો આ વિસ્તારમાં છોકરીની મજાક કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી આ ચાર પેકી કોઈએ ખિસ્સામાંથી મોબાઈલ અને ૪૦૦૦ રૂપિયા કાઢી લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલિસે અમાન, સરફરાઝ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કલમ ૩૯૪ મુજબ લૂંટનો ગુનો દાખલ કરી આજે કોડીનાર કોર્ટમાં ૩ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે આરોપીઓના ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ.પરમાર ચલાવી રહ્યા છે.