સુરત, તા.૬
વહોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલા પ્રકરણમાં પોલીસે રાત્રે ૧૦ ખંડણીખોર વિરૂદ્ધ વિવિધ ગુના દાખલ કર્યા હતા. અને પોલીસે મુખ્ય આરોપી વસીમ બિલ્લાના સાગરીત ઝહુર કુરેશીને ઝડપી પાડ્યો છે.
સુરતના ગોલવાડ નજીકના નવાપુરા મુછાળા પોળમાં આવેલ બદરી પેલેસમાં રહેતા બદરી અહેમદ લેસવાળા વહોરા સમાજના અગ્રણી છે. તેઓ રવિવારે રાત્રે ઘર પાસે ખુરશી પર બેઠા હતા. ત્યારે વસીમ બિલ્લા તેના સાગરીતો સાથે મોપેડ પર આવ્યો અને બદરી પર હુમલો કર્યો હતો. બદરીના ૩ ડ્રાઇવર અબ્બાસ કૌકાવાલા, ઇદરીશ ગાડાવાલા અને અલી અસગર પર પણ હથિયારોથી હુમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા. બદરીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વસીમ બિલ્લા, મોહમંદ શાહરૂખ ઉર્ફ માયા, આરીફ સુરતી અને ઝહુર ચીકનવાલા અને અન્ય ૬ જણા વિરુદ્ધ હત્યાની કોશિષ, ખંડણી, માર મારવો, હંગામો અને આર્મસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને વસીમ બિલ્લાના એક સાગરીત ઝહુર કુરેશીને ઝડપી પાડ્યો છે.