અમદાવાદ, તા.રપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાને હજુ ગણતરીના કલાકો થયા હતા. ત્યાં જ ચૂંટણી પહેલાં હુમલો કરવાનો ઈરાદો ધરાવનારા બે કથિત ત્રાસવાદીઓને ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યા છે. ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસે આઈએસઆઈએસના બે કથિત એજન્ટ કાસિમ અને ઉબેદને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતથી પકડાયેલો ઉબેદ અને અંકલેશ્વરથી પકડાયેલો કાસિમ આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત હતા. આ બંને કથિત એજન્ટોની અમદાવાદમાં હુમલો કરવાની યોજના હતી. તેઓની પાસેથી પેનડ્રાઈવ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે.