સુરત, તા.૩૦
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં નાના વરાછા પૂજા એપાર્ટમેન્ટ ખાતે રહેતાં અને રત્નકલાકાર મનોજસિંગ દ્વારકાપ્રસાદ કુસ્વાહાએ ગત મહિનાઓમાં હાથ ઉછીના નાણાં તેમણે તેમના મિત્ર બંટી રામેશ્વર કુસ્વાહાને આપ્યા હતા. ગત તા.૨૯મી જુલાઈના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે મનોજસિંગ કુસ્વાહાએ બંટી પાસે પૈસા પરત આપવાની માંગણી કરતા બંટી રામેશ્વર, કલ્લન કુશ્વાહા, રીન્કુ માખન કુસ્વાહા વગેરેઓ ઉશ્કેરાઈ જઈ લોખંડના સળીયા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયા હતા. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.