ભાવનગર, તા.૪
મૂળ પાલિતાણાના અને હાલ ભાવનગર પાનવાડી સ્થિત સરકારી ક્વાર્ટરમાં રહેતા અને એસ.પી. કચેરીમાં ફરજ બજાવતા આશિષભાઈ જગદીશભાઈ ગોહિલે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સલીમ મહંમદભાઈ સમા, સદ્દામ મહંમદભાઈ સમા તથા ભાણો અને અજાણ્યા પથી ૬ શખ્સો વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગત તા.રના રોજ ભાવનગરથી પાલિતાણા બાઈક પર આવી રહ્યા હતા તે દરમ્યાન સમીર નામની ટ્રાવેલ્સ બસમાં તેના મિત્ર જુનેદભાઈ માંડવિયા તથા અક્ષયભાઈ આહીર બંને લકઝરી બસમાં બેઠેલ હતા.
દરમ્યાનમાં તેઓ સોનગઢ ભેગા થતા પાણીના પાઉચ માટે પોતાને કહેતા પોતે સોનગઢથી પાીણના પાઉચ લઈ પીપરલા પહોંચતા પાણીના પાઉચ આપ્યા હતા. આ પાણીના પાઉચ પોતે અંબાવવા જતા ટૂટી ગયેલ અને પવનના કારણે તેમાં બેસેલ પેસેન્જર ઉપર પાણી ઉડેલ હતું તેની દાઝ રાખી આ મુસાફરે પાલિતાણામાં કોઈને કહેલ હોય જેથી પોતે પાલિતાણા બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યારે ગઈ રાત્રિના ૯.૩૦ વાગ્યાના અરસામાં અજાણ્યા પથી ૬ શખ્સો સહિત ૮થી ૯ શખ્સોના ટોળાએ પોતાના પર પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.