જૂનાગઢ, તા. ૪
જૂનાગઢમાં નાગરિક બેંક સોસાયટી ખાતે બનેલા એક બનાવમાં પ્લાસ્ટરના નુકસાન કરવા પ્રશ્ને હુમલાનો બનાવ બન્યો છે અને બે સામે ફરિયાદ નોંધાઈ છે આ બનાવ અંગે હિતેષભાઈ રામજીભાઈ ભાલોડિયા (પટેલ, ઉ.વ.પર)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામના ફરિયાદી મકાનનું બાંધકામના પ્લાસ્ટરની મજૂરીનું કામ જયદીપ રાઠોડ (રહે. જવાહર રોડ) અને રાજેશ ચુડાસમા (રહે. જૂનાગઢવાળા)ને આપેલ હોય જે પ્લાસ્ટરનું કામ પુરૂં થઈ જતાં આ કામના આરોપીઓ પોતાના ઓજારો લેવા આવેલ ત્યારે ફરિયાદીએ કહેલ કે તમોએ પ્લાસ્ટરમાં નુકસાન કરેલ છે તે નુકસાનના પૈસા આપો અને પછી જ સામાન લઈ જાવ તેમ કહેતા આ કામના આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને બિભત્સ શબ્દો કહી મારમારી અને જયદીપ રાઠોડે ફરિયાદીને પાવડાનો હાથો મારી ઈજા પહોંચાડી છે અને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ બનાવ અંગે પોલીસે જયદીપ રાઠોડ તેમજ રાજેશ ચુડાસમા વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.