કોણે વિચાર્યું હતું કે, જીવન આટલું કઠોર અને મુશ્કેલીઓથી ભરપૂર હશે. એવા જીવનની કલ્પના કરો જ્યાં તમને એવા વિચારો કોરી ખાતા હોય કે ‘હું હવે ક્યારે જમી શકીશ ?’ અથવા તો શું હું આજની રાત્રિ જોઈ શકીશ ? પરંતુ આપણે આભાર માનવો જોઈએ સર્વશક્તિમાન અલ્લાહનો કે જે દરેક જીવને બખૂબી એના ભાગનો ખોરાક પૂરો પાડે છે અને સઘળી પ્રશંસા એના માટે જ છે.

12“એશિયાના ઘણા ભાગોમાં બગીચાઓમાં પંખીઓના મધુર અવાજો આપણા કાને પડતાં હોય  છે અને તેમાં પણ ખાસ કરીને કાળા પીંછાઓથી ઢંકાયેલા એરિયોલે શહેરી વિસ્તારોમાં જાણીતા હોય છે. મલેશિયાના સુંગાઈ પેટાની શહેરમાં ફળોના બગીચામાં આંબાની ટોચે એરિયોલે (ઘુવડ જેવું પક્ષી) બનાવેલા માળા તસવીરકાર કિમની નજરે પડ્યા. ૧૦ દિવસ સુધી આ આંબા પર ચાંપતી નજર રાખ્યા બાદ આખરે કિમને બે બચ્ચાંઓ નજરે પડ્યા જે પોતાના ઝૂલા જેવા માળામાં ઉડ્યા વિના બેઠા-બેઠા પાંખો ફફડાવી રહ્યા હતા અને બચ્ચાંઓ માટે તેની માતા ચાંચમાં ખોરાક લઈને આવતી જતી રહેતી હતી જે પ્રથમ તસવીરમાં નજરે પડે છે. બીજી તસવીર ઈન્ડોનેશિયાના જાકાર્તાની છે. જ્યાં પોતાના નાના બચ્ચાંઓને ભોજન કરાવી રહેલી ટચૂકડી ચકલીઓની માતા નજરે પડે છે.

 

 

11ત્રીજી તસવીરમાં સીરિયન શરણાર્થી ઈમાનની (૩૬) છે જે લેબનનમાં ત્રિપોલી ખાતે એક નાનકડા ઓરડામાં પોતાના ત્રણ બાળકો બિલાલ (૧૩), તસ્નીમ (૧૦) અને ઓસામા (પ) સાથે રહે છે અને એમને ખવડાવી રહી છે. ઈમાન કહે છે “મારે જીવનમાં કશું જોઈતું નથી. બસ હું મારા બાળકોનો ઉછેર સામાન્ય રીતે કરવા ઈચ્છું છું.” તેમને બે ટંકનું ભોજન અને કપડા આપી શકું એટલી જ મારી શરણાર્થી જિંદગીએ ઈમાન જેવી લાખો માતાઓની જરૂરિયાતોને બહુ અલ્પ કરી દીધી છે. કાશ…..! વિશ્વ સત્તાઓને એમનું દુઃખ સમજાય…..!!!