(એજન્સી) તા.પ
સીએએ અંગે ભારતમાં દરરોજ ક્યાંકને ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શનો પર આંતરરાષ્ટંરીય મીડિયા પણ નજર રાખી રહી છે.
શનિવારે હૈદરાબાદમાં સીએએ અંગે નીકાળવામાં આવેલ વિરોધ માર્ચને આંતરરાષ્ટ્રીય મીડિયાએ સમાચાર એજન્સીઓના હવાલાથી પોતાને ત્યાં સારા સમાચાર આપ્યા છે.
બ્રિટિશ વર્તમાન પત્ર ધ ગાર્જિયને પોતાને ત્યાં શીર્ષક લગાવ્યું કે ‘ભારત નાગરિકતા કાયદો ૧૦૦૦૦૦૦ હૈદરાબાદ પ્રદર્શનમાં સામેલ થયા.
વર્તમાનપત્ર લખે છે કે દક્ષિણ ભારતના શહેર હૈદરાબાદમાં શાંતિપૂર્ણ માર્ચ નીકાળવામાં આવી જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નાગરિકતા કાયદાની વિરૂદ્ધ સૂત્રો લગાવવામાં આવ્યા.
તેમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે સાંજ સુધી લોકો આ વિરોધ રેલીમા સામેલ થવા માટે આવતા રહ્યા. પોલીસે આ વિરોધ પ્રદર્શનમાં માત્ર ૧૦૦૦ લોકોને આવવાની પરવાનગી આપી હતી પરંતુ તેમાં એક લાખથી વધુ લોકો પહોંચી ગયા.
વિરોધી રેલીનું નામ મિલિયન માર્ચઃ-
આ વિરોધ રેલીને મિલિયન માર્ચનું નામ આપવામાં આવ્યું હતું. વેબસાઈટ મુજબ હૈદરાબાદના કેટલાક મુસ્લિમ અનેન ાગરિક સંગઠનોના સમૂહે આ રેલીનું આયોજન કર્યું હતું.
હૈદરાબાદની લગભગ ૭૦ લાખ વસ્તી મુસ્લિમ છે જે ૪૦ ટકાથી વધુ છે.
સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે આ પ્રદર્શનો દરમ્યાન પ્રદર્શનકારીઓએ ‘સીએએ પરત લો’ અને ભારતનો માત્ર એક ધર્મ-ધર્મનિરપેક્ષતા જેવા સૂત્રવાળા પોસ્ટર્સ લખ્યા હતા.
વેબસાઈટ પર છપાયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમ વિરોધી કાયદાને અનેક ભારતીય રાજ્ય લાગુ કરશે નહીં જેના કારણે વડાપ્રધાન મોદીના રાજનૈતિક પડકારો વધી ગયા છે.
અલ-જજીરા લખે છે કે કેરળ રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને સીએએની વિરૂદ્ધ એકજૂથ થવાની અપીલ કરી છે.
ત્રણ અઠવાડિયાથી જારી આ વિરોધ પ્રદર્શનોમાં ફાસીવાદ મુર્દાબાદ અને બંધારણ બચાવો જેવા સૂત્રો સૌથી ચર્ચિત રહ્યા છે.
એક લાખથી વધુ લોકો અને શાંતિપૂર્ણ પ્રદર્શન :-
ત્યાં તુર્કીનું વર્તમાનપત્ર ડેલીસબા’ હૈદરાબાદ પ્રદર્શનોના સમાચારનું શીર્ષક છે. મુસ્લિમ વિરોધી કાયદાની વિરૂદ્ધ એક લાખથી વધુ લોકોની રેલી.
આ સમાચારમાં લખવામાં આવ્યું છે કે આ વિરોધ રેલી દરમ્યાન લગભગ એક લાખથી વધુ લોકો હાજર હતા અને સંપૂર્ણ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યો.
પ્રદર્શનોના જુદા-જુદા કારણોઃ-
અમેરિકાના જ વોશિંગ્ટન પોસ્ટ વર્તમાન પત્રએ સીએએની વિરૂદ્ધ કેમ પ્રદર્શન થઈ રહ્યું છે. આ સમજતા એક સમાચાર છાપ્યા.
સમાચારનું શીર્ષક છે ‘ભારતમાં નવા નાગરિકતા કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન’ અહીં ૪ વાતો જાણવા લાયક છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે સૌપ્રથમ આસામ રાજ્યમાં પ્રદર્શન શરૂ થયું જ્યાં બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા આપવાનો ભય છે. જ્યારે નવી દિલ્હી, હૈદરાબાદ, અલીગઢ અને લખનૌ જેવા સ્થળો પર એટલા માટે પ્રદર્શન થયું કારણ કે આ કાયદો મુસ્લિમ વિરોધી છે.
અમેરિકાની ટાઈમ મેગેજીને નાગરિકતા કાયદાનો વિરોધ કરતા નવા વર્ષની ઉજવણી કરી રહેલી દિલ્હીની શાહીન બાગની મહિલાઓ અને આ નવા કાયદાની વિરોધ સાથે જોડાયેલા સમાચારને એક લેખમાં સામેલ કર્યો છે.
આ લેખમાં આ વાતની પણ તપાસ છે કે ભારતમાં સૌથી વધુ હિંસક પ્રદર્શન ઉત્તરપ્રદેશમાં જ કેમ થયા. આ લેખનું શીર્ષક છે ‘નાગરિકતા કાયદાની વિરદ્ધ ભારતના આ રાજ્યમાં જ કેમ થયો સૌથી વધુ હિંસક પ્રદર્શન.’ તેમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારતના રાજ્ય ઉત્તરપ્રદેશની વસ્તી ર૦ કરોડની છે. જેમાંથી ૧૯ ટકા મુસ્લિમ વસ્તી છે.
ઉત્તરપ્રદેશથી સતત કેટલાક પ્રકારના વીડિયો આવ્યા અને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવા, ધરપકડ, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવા અને પોલીસ દ્વારા લૂંટવાની રિપોર્ટ સામે આવી છે.