અહીં પ્રસ્તુત કરવામાં આવેલ તસવીર મિશિગન સરોવરની છે જ્યાં સરોવર પર સ્મિત કરતો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે. વાદળછાયા વાતાવરણમાં ચંદ્ર ક્યારેક તેનો સુંદર ચહેરો છુપાવતો તો ક્યારેક સ્મિત સાથે જાણે તસવીર લેવાનું કહેતો હોય તેવું લાગી રહ્યું હતું. થોડા સમય બાદ ચંદ્રએ દેખા દેતાં તળાવમાં પડતી ચંદ્રની રોશનીની અદભુત તસવીર લેવાઈ હતી. ગમે તેવા નિરસ માનવીને પણ બે ઘડી માટે રસિક બનાવી દેતી આ તસવીરની મજા નિરાંતે માણવામાં છે.