(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૩
અકોટા બ્રીજ પાસે રાત્રિના સમયે બાઇક સવાર મહિલાને અજાણ્યા એકટીવા ચાલક યુવાને આઇ લવ યુ કહેતા વિવાદ થયો હતો. શનિદેવ મંદિર પાસે એકટીવા ચાલકને ઠપકો દેતા કુંથન દોશી પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસનાં આગમન પૂર્વે ચારેય હુમલાખોરો એકટીવા અને ડીઓ બાઇક હંકારી ફરાર થઇ ગયા હોવાનો બનાવ રાવપુરા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર કુંદનભાઇ દોશી અને તેમના પત્ની ઇશાબેન તથા નણંદ રાત્રિનાં સમયે જેલ રોડ પરથી બાઇક હંકારી પસાર થતા હતા. ત્યારે પાછળથી ધસી આવેલા એકટીવાના ચાલકે ઇશાબેન દોશીને જોઇ આઇ લવ યુ કહ્યું હતું. આથી પતિ નરેન્દ્રભાઇ દોશીએ કોણ આઇ લવ યુ કહે છે તેમ કહેતા અજાણ્યા એકટીવા ચાલકે તારી પાછળ બેઠેલી મહિલાને કહું છું. આગળ આવ તને બતાવુ છું તેમ કહી એકટીવા ચાલક શનિદેવ મંદિર પાસે ઉભો રહ્યો હતો. તેની નજીક કુંથનભાઇ દોશીએ પણ બાઇક ઉભી રાખી હતી. તું તું મે મે થયા બાદ અજાણ્યા શખ્સે કુંથનભાઇ દોશિને ગડદાપાટુનો માર માર્યો હતો. આથી પત્ની ઇશાબેન તથા નણંદે બુમા બુમ કરી હતી. દરમ્યાન અન્ય બે સાગરીતો પણ ડીઓ હંકારી ધસી આવ્યા હતા. કુંથનભાઇ દોશીને માર માર્યા બાદ ચારેવ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. રાવપુરા પોલીસ મથકે હુમલાના બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.