– મીના ત્રિવેદી

મધ્યપ્રદેશમાં ઉછરેલી-ભણેલી ટીનાના મમ્મી-પપ્પા એન્જિનિયર છે. તેનો પરિવાર ભોપાલમાં રહેતો હતો. માતા હિમાલી કાંબલી માટે દીકરીને સારી પરવરિશ આપવી પ્રથમ પ્રાથમિકતા રહી. ટીના જ્યારે શાળા જવા લાગી તો તેમણે નોકરી છોડી દીધી. તે દીકરીની દેખભાળમાં કોઈ કમી રાખવા માંગતી નહોતી. સાતમા ધોરણ સુધી ટીનાનો અભ્યાસ ભોપાલમાં થયો. એના પછી પપ્પાની સાથે સમગ્ર પરિવાર દિલ્હી આવી ગયો. ભોપાલના મુકાબલે દિલ્હીનું વાતાવરણ કંઈક અલગ હતું. શરૂમાં નવી શાળામાં મન ના લાગ્યું. મિત્ર બનાવવામાં પણ મુશ્કેલી થઈ. પરંતુ માતા દરેક મુશ્કેલીમાં તેમની સાથે હતી. જેથી જલદી જ ટીના દિલ્હીના વાતાવરણમાં ઢળી ગઈ.

દસમા ધોરણ બાદ ટીના સાયન્સમાં ભણવા નહોતી માંગતી, મોટાભાગના સંબંધીઓના બાળકો વિજ્ઞાન અને ગણિત ભણી રહ્યા હતા, જેથી ટીનાએ પણ ૧૧મા ધોરણ બાદ સાયન્સ વિષય પસંદ કર્યો. પરંતુ હકીકત એ હતી કે સાયન્સની ક્લાસ તેમના માટે બોજ બનીને રહી હતી. તેમણે ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્ર ભણવો પસંદ હતો. તે મન વિના શાળામાં જઈ રહી હતી. જલદી જ મમ્મીએ તેમની પરેશાની માપી લીધી. તેમણે દીકરીને સલાહ આપી કે તે વિજ્ઞાન છોડીને કલા વિષય પસંદ કરે. ટીના બતાવે છે એક દિવસ માતાએ મને કહ્યું કે હું જાણું છું તારું વિજ્ઞાન ભણવામાં મન નથી લાગી રહ્યું, નકામો સમય બરબાદ ના કર. આર્ટસ વિષય લઈ લે. કોઈની ચિંતા ના કર. હું તારી સાથે છું. આ સાંભળતા જ ટીનાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તેણે માથી પૂછ્યું. ખરેખર મારા સાયન્સ છોડવા પર તમને કોઈ વાંધો નથી ? આ નિર્ણયમાં પપ્પા જશવંત પણ તેમની સાથે હતા. માતા હિમાલી કહે છે. ઘણા સંબંધીઓએ પૂછ્યું કે દીકરીએ સાયન્સ કેમ ના ભણાવી ? આગળ જઈને નોકરી મળવામાં તકલીફ થશે. પરંતુ હું જાણતી હતી કે મારી દીકરી એ બધાને ખોટા સાબિત કરી દેશે.

ટીના હવે ઘણી ખુશ હતી. તે લગનથી ઇતિહાસ અને રાજનીતિ શાસ્ત્ર ભણવા લાગી. ૧૧મા આ બંને વિષયોમાં તેને બહુ સારા ગુણ આવ્યા. ૧રમીમાં તેણે ટોપ કર્યું. માતા હિમાલી  બતાવે છે. ૧રમીમાં ટીના રાજનીતિ શાસ્ત્ર અને ઇતિહાસમાં સો ટકા માર્ક્સ લાવી, તેને ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’નો એવોર્ડ મળ્યો. મારું ઘર તેની ટ્રોફીઓથી ભરાયું છે. હવે ચિંતા એ વાતની હતી કે આગળ જઈને આ વિષયને ભરોસે કર્યું કેરિયર પસંદ કરે. કેટલાક લોકોએ કહ્યું કે ટીચિંગ સિવાય બીજું કોઈ કામ મળશે નહીં. પણ પપ્પાએ બતાવ્યું કે સિવિલ સેવા પરીક્ષામાં આ વિષયોનું ઘણું મહત્ત્વ છે. ત્યારથી ટીનાએ નક્કી કરી લીધું કે તે આઈએએસ અધિકારી બનશે. ટીના કહે છે. ૧રમી બાદ નક્કી કરી લીધું હતું કે સિવિલ પરીક્ષાની તૈયારી કરીશ. પણ ખરી તૈયારી મેં સ્નાતક બાદ શરૂ કરી. મમ્મી-પપ્પાએ મને યોગ્ય સમય પર સાચું માર્ગદર્શન આપ્યું.

બારમું પાસ કર્યા બાદ દિલ્હીના લેડી શ્રીરામ કોલેજમાં ટીનાને પ્રવેશ મળ્યો. અભ્યાસની સાથે તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતમાં પણ ઊંડી દિલચસ્પી હતી. પુસ્તકો વાંચવા તેનો શોખ છે, તે સારી વક્તા છે. કોલેજના દિવસોમાં ઘણી ભાષણ પ્રતિયોગિતાઓ જીતી. તેમણે બિહારની મુધબની પેન્ટિંગનો ઘણો શોખ છે. ટીના બતાવે છે કે મા મને હંમેશા ક્રાફ્ટ મેળામાં લઈ જતી હતી. મેં હંમેશા ‘દિલ્હી હાટ’ જતા હતા. ત્યાંથી મારા મનમાં પેન્ટિંગ પ્રતિ રૂચિ પેદા થઈ. વર્ષ ર૦૧૪માં ટીનાએ પોલિટિક્લમાં સાયન્સમાં ટોપ કર્યું.

પછી ટીના સિવિલ સેવા પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ. દરરોજ ઓછામાં ઓછા આઠ કલાક અભ્યાસ કરતી. ઘણીવાર તો તે ૧૪-૧૪ કલાક સતત ભણતી રહેતી. માતાએ આ વાતનું વિશેષ ખ્યાલ રાખ્યું કે કોઈ તેને ડિસ્ટર્બ ના કરે. મિત્રથી મળવું બંધ થઈ ગયું. માતાએ ઘરની બહાર જવાનું છોડી દીધું. સંબંધીઓનું પણ ઘરે આવવું-જવું ઓછું થઈ ગયું. ટીવી પણ ઓછું જ ચાલુ થતું હતું. ટીનાને ફિલ્મો જોવી પસંદ છે પણ આ દરમિયાન તેમણે એક પણ ફિલ્મ નથી જોઈ. ઘણા મિત્રો અને સગા પણ નારાજ થઈ ગયા. પરંતુ ટીના આ બધી વાતોથી બેખબર પોતાના લક્ષ્ય પર ફોક્સ કરતી રહી. તેણે મુખ્ય વિષયો સિવાય અમર્ત્સ સેન જેવા લેખકોના પુસ્તકો પણ વાંચ્યા. જેનાથી અર્થવ્યવસ્થા, ગરીબી અને બેરોજગારી જેવા મુદ્દાઓને સમજવામાં મદદ મળી. ટીના કહે છે. બધા જાણે છે કે સિવિલ સેવા પરીક્ષા મુશ્કેલ હોય છે. એના માટે મહેનતની સાથે અનુશાસિત અને ફોકસ્ડ હોવું ખૂબ જરૂરી છે.

લેખિત પરીક્ષા ઘણી સારી ગઈ. ટીનાને વિશ્વાસ થઈ ગયો હતો કે તે પરીક્ષા પાસ કરી લેશે. હવે તેને ઈન્ટરવ્યૂની ચિંતા હતી. પપ્પાએ સમજાવ્યું હતું કે ઈન્ટરવ્યૂમાં કેટલાય અઘરા સવાલ પૂછવામાં કેમ ના આવે, પોતાના આત્મવિશ્વાસ ના ગુમાવીશ. દરેક સવાલનો સારી રીતે જવાબ આપજે. ટીના બતાવે છે ઈન્ટરવ્યૂ લગભગ ૪૦ મિનિટ ચાલ્યો. પ્રથમ બે મિનિટ હું તનાવમાં રહી. પછી રિલેક્સ થઈ ગઈ. જ્યારે ઈન્ટરવ્યૂ ખતમ થયો તો લાગ્યું, આ બહુ સહેલું હતું. ઈન્ટરવ્યૂ બાદ ટીના પરિણામની રાહ જોવા લાગી. આ દરમિયાન તે મિત્રો અને સગાવહાલાથી મળવા લાગી. લાંબા સમય બાદ ફિલ્મ પણ જોઈ. ગત સપ્તાહે પરિણામ આવ્યું, તો ખુશીનું ઠેકાણું ના રહ્યું. પપ્પાએ બતાવ્યું, તે ટોપ કર્યું છે. ટીના કહે છે વિશ્વાસ હતો કે મારું નામ લિસ્ટમાં હશે પણ ટોપ કરીશ આ આશા નહોતી. આ મારી માતાનું સપનું હતું જે મેં પૂરું કર્યું. હવે હું સમાજ માટે કામ કરવા માંગું છું.

(સૌ. : હિન્દુસ્તાન)