(એજન્સી) તા.૧૦
બહુ ઓછા લોકોને ખબર હશે કે યુવાન આઇએએસ અધિકારીઓ પણ હવે મોબ લિંચિંગનો (ટોળા હિંસા) સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં આઇએએસ અધિકારીઓ મોબ લિંચિંગનો ભોગ બની રહ્યા છે કારણ કે રાષ્ટ્રીય મીડિયા અને ટીવી ચેનલો આ મુદ્દે ચૂપ છે. ૨૦૧૫ના બેચ અધિકારીઓ વિરુદ્ધ ટોળા હિંસાના બે કેસો નોંધાયા હતા જેમાં ઓગસ્ટમાં મહારાષ્ટ્રના નંદુરબાગ જિલ્લામાં એક મહિલા અધિકારી ટોળા હિંસાનો ભોગ બન્યા હતા એ તાજેતરમાં આવી ત્રણ ઘટના નોંધાઇ છે.
તેનું એક કારણ એ પણ છે કે કેટલાક યુવાન અધિકારીઓ સત્તારુઢ પક્ષ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે કેટલાકે ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કર્યો છે અને પક્ષ તેમજ પ્રજાની સેવા કરવાનો નિર્ણય કર્યો છે. કેટલાક ઉત્તરીય રાજ્યમાં લોકો હવે આઇએએસ અધિકારીઓને તટસ્થ, ન્યાયી, પ્રજા તરફી હોવાનું માનતા નથી. તેથી જ્યારે લોકોનો આક્રોશ ભભૂકી ઊઠે છે ત્યારે યુવાન આઇએએસ ઓફિસરો તેના રોષનો ભોગ બને છે.
આ સ્થિતિમાં પોલીસ અને રાજકારણીઓ છટકી શકે છે પરંતુ સનદી સેવકો અને આઇએએસ અધિકારીઓ છટકી શકે નહીં કારણ કે તેઓ પાયાના સ્તરે સરકારી સેવાઓ આપવા માટે જવાબદાર હોય છે. આમ આજકાલ ભ્રષ્ટાચારી, પાશવી અને બિનકાર્યક્ષમ સિસ્ટમ ઊભી થઇ રહી છે. લોકોની મુશ્કેલીઓ વધે છે તેમ સામાજિક તંગદિલી પણ વધે છે કારણ કે લોકોની સહનશક્તિની પણ એક મર્યાદા હોય છે. આપણે આઇએએસ અધિકારીના મોબ લિંચિંગને સમાજ અને રાષ્ટ્ર માટે ગંભીર ખતરા તરીકેે જોવું જોઇએ આ માટે આપણે સ્પષ્ટપણે કોઇ ઉપાયકારી પગલાં લેવા જરુરી છે.