(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના રાજમાર્ગ વિસ્તારની પારસી શેરીના નાકેથી પસાર થતાં આંગડિયા પેઢીના ડિલેવરી મેનને આઈબીના નામે ચાર અજાણ્યા શખ્સોએ રોકી તપાસના બહાને રૂ.૧૩ લાખના દાગીના કાઢી લઈ છેતરપિંડી કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહિધરપુરાના ભવાની મંદિર નજીક આવેલા પટેલ રમેશ ઈશ્વર આંગડિયા પેઢીનો ડીલેવરી મેન રાહુલ ઠાકોર સવારે આંગડીયા પેઢીમાંથી ડીલેવરી કરવાના કુરિયરો લઈ નીકળી ગયો હતો. તે રિંગરોડની કાપડ માર્કેટમાં પાર્સલોની ડિલેવરી કરી પેઢી તરફ પરત આવી રહ્ના હતો. રાહુલ ઠાકોર રાજમાર્ગ પર પારસી શેરીના નાકે સુરત પીપલ્સ બેંક પાસેથી પસાર થતો હતો. ત્યારે જ ચાર અજાણ્યા શખ્સોએ તેને રોકી રાખી પોતાની ઓળખ રાજ્યના પોલીસ ખાતાના આઈબી વિભાગના અધિકારી તરીકે આપી હતી અને તપાસ કરાવવા કહ્યાં હતું. જેથી રાહુલ ઠાકોર તપાસ કરાવતો રહ્યા હતો. દરમ્યાન ચારેય શખ્સોએ રાહુલની નજર ચૂકવી રૂ.૧૩ લાખની કિંમતના સોનાના દાગીના કાઢી લઈ છેતરપિંડી કરી ત્યાંથી ભાગી છુટ્યા હતા. રાહુલને બાદમાં જાણ થતા તેણે પેઢીના માલિક નયનભાઈ માધવલાલ પટેલને જાણ કરાતા મહિધરપુરા પોલીસને જાણ કરી હતી.