અબડાસા, તા.૧૮
અબડાસાના પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહિમ મંધરાએ કચ્છ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વરાડિયા સહિતના ગામોમાં તૂટી ગયેલા ચેક ડેમો રિપેર કરવા માગણી કરી છે.
અબડાસા તાલુકાના વરાડિયા ગામનાં સીમાડામાં જે ડેમો આવેલા છે તેમજ તાલુકાના અન્ય ગામોમાં પણ ગયા વર્ષ વરસાદમાં તૂટી ગયેલ છે. જેની વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી તળાવો અને ચેક ડેમો સ્થાનિક અધિકારીઓની આડોડાઈના કારણે અને બદ ઈરાદાના કારણે કામો કરવામાં આવતા નથી. આ ચોમાસામાં તૂટી ગયેલા તળાવો અને ડેમોમાં પાણી રોકવા માટે જો રીપેરીંગ કરવામાં નહીં આવે તો ખેડૂતોને ભયંકર નુકસાની થશે. ઘણા ડેમો વાડી વિસ્તારમાં આવેલ હોવાથી બોરનો રીચાર્જ તેમજ સિંચાઈ કરવામાં આવે છે. સરકાર મોટી મોટી જાહેરાતો કરી ડંફાસો મારવામાં આવે છે પણ હયાત તળાવો અને ડેમો તૂટી ગયેલ છે, અને જેનું રીપેરીંગ કામ કરવામાં આવતું નથી. જેવા કે વરાડિયા ગામે પરિયજ અને વિયર જેવા ચેક ડેમોને રીપેર કરવામાં આવેલ નથી. અધિકારીઓ ઉપર સરકારની કોઈ પકડ દેખાતી નથી. અબડાસા તાલુકાના પછાત વિસ્તારો માટે કોઈપણ ગ્રાન્ટો આપવામાં આવતી નથી. મીઠી ડેમની કેનાલ બે વર્ષથી અધુરી કરવામાં આવેલ છે જે પણ કામ પૂરૂ કરવામાં આવેલ નથી.