(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર૪
પાટણમાં આજે લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોની સાથે-સાથે સદી વટાવી ચૂકેલા એવા શરીરથી અશક્ત પરંતુ મનથી અડગ વયોવૃદ્ધ મતદારોએ પોતાના પરિવારજનોના સહારે મતદાન કર્યું હતું. રાજકાવાડા ખાતે આવેલ ઉદયકુમાર મંદિરના મતદાન કેન્દ્રમાં ૧૦પ વર્ષની ઉંમરના ઈબ્રાહીમભાઈ અલીમહંમદ અરોડિયાએ પોતાના પરિવારજનો સાથે આવી ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જ્યારે ભદ્ર વિસ્તારમાં આવેલ સરકારી કે.કે. કન્યાશાળામાં અનાવાડામાં રહેતા અને ૧૦૭ વર્ષની ઉંમરે પહોંચેલા કુંવરબેન લાખાભાઈ વાદીએ પણ મતદાન કર્યું હતું. આ વયોવૃદ્ધ મહિલાને પરિવારજનો વાહનમાં લાવી ખાટલામાં બેસાડી મતકૂટીર સુધી લઈ ગયા હતા.