દુબઇ, તા.૩૧
ૈંઝ્રઝ્રએ ટેસ્ટ રેન્કિંગનું નવું લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ નંબરે પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાન પર છે. કેન વિલિયમસન ૮૯૦ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે, ૮૭૯ પોઇન્ટ સાથે કોહલી બીજા ક્રમે છે. ભારત સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં નિષ્ફળ જતાં સ્ટીવ સ્મિથને નુકસાન થયું છે. સ્મિથ પહેલા નંબરેથી ત્રીજા નંબર પર આવી ગયો છે.
ટોપ ટેનમાં કુલ ત્રણ ભારતીયોને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણે ૫ ક્રમના ઉછાળા સાથે છઠ્ઠા ક્રમે પહોચી ગયો છે. તેના ૭૮૪ પોઇન્ટ છે. જ્યારે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા ૧૦માં ક્રમે છે. ઓસ્ટ્રેલિયા સામેની બંને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તે ૨ પોઇન્ટ ગબડીને ૧૦ ક્રમે પહોંચી ગયો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તેના ૭૨૮ પોઇન્ટ છે.
૮૫૦ પોઇન્ટ સાથે લાબુશાને ચોથા, ૭૮૯ પોઇન્ટ સાથે બાબર આઝમ પાંચા, ૭૮૪ પોઇન્ટ સાથે રહાણે છઠ્ઠા, ૭૭૭ પોઇન્ટ સાથે વોર્નર સાતમા, ૭૬૦ પોઇન્ટ સાથે બેન સ્ટોક્સ આઠમા, ૭૩૮ પોઇન્ટ સાથે જો રૂટ નવમા અને ૭૨૮ પોઇન્ટ સાથે પુજારા ૧૦મા ક્રમે છે.
બોલર્સની આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બે સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૯૩ અંકોની સાથે સાતમા સ્થાન પર છે. જસપ્રિત બુમરાહ એક સ્થાન ઉપર ચઢ્યો છે અને તે ૭૮૩ અંકોની સાથે ૯મા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ૮૦૪ અંકો સાથે બે સ્થાન ઉપર ચઢીને પાંચમા સ્થાન પર છે.
ICC ટેસ્ટ રેન્કિંગ : સ્મિથને પછાડી વિલિયમ્સન નંબર-૧, રહાણેની મોટી છલાંગ

Recent Comments